T-20 વર્લ્ડ કપ-2024માં પણ વ્યાપક ભ્રષ્ટાચાર, ICCને મળ્યું લાંબુ લિસ્ટ
અમેરિકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને તેમની ટીમ પર આરોપ
ટી-20 વર્લ્ડકપ 2024ની મેજબાની યુનાઈટેડ સ્ટેટ અમેરિકાએ કર્યું હતું. પરંતુ વર્લ્ડકપ 2024 પૂરો થયાને એક મહિના પછી વર્લ્ડ કપમાં ભષ્ટ્રાચાર થયો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગંભીર આરોપ અમેરિકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ વેણુ પિસિકે અને તેમની ટીમ પર લગાવવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે પોતાની પાવરનો ખોટો ઉપયોગ કર્યો હતો. ક્રિકબઝના એક રિપોર્ટ પ્રમાણે યુએસએ ક્રિકેટના ડાયરેક્ટર કુલજીત સિંહ, અર્જુન સોના અને પેટ્રિશિયા વિટટેકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ઈંઈઈ)માં આ અંગે ઇમેલ કર્યો હતો.
આઇસીસીને મોકલવામાં આવેલ ઈમેલમાં વેણુ પિસિકે પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે બીજા ડાયરેક્ટર માટે મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે ઈઊઘ નૂર મુરાદને ખોટી રીતે ખસેડવામાં આવ્યા હતા. આ ઈમેલમાં ખોટી રીતે કરવામાં આવેલ નિમણૂક કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ સાથે બીજા પણ આરોપ લગાવતા જણાવ્યું કે, પિસિકે ખોટી રીતે ચુંટણીની લાલચ રાખીને ગેરકાયદેસર રીતે બંધારણીય સુધારા કર્યા અને ભષ્ટ્રાટાર કર્યો હતો.
આ વિવાદ અહીં શાંત નથી થતો કેમ કે ઈંઈઈને લખવામાં આવેલ ઈમેલમાં ડાયરેક્ટર અને તેમની સાથે નાના પદના કર્મચારીઓને નોકરી માંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. આ ઈમેલમાં એક સ્ટેટમેન્ટ પણ જોડવામાં આવ્યું હતું કે, અમને નાના પદ પર કામ કરતા કર્મચારીઓને નોકરી માંથી કાઢી મૂકવાનું દબાણ કરવામાં આવ્યું હતું. અને જો અમે તેમની વાત ન માનીએ તો તે અમારી વિરુદ્ધ કડક પગલાં લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. અહીં સુધી કે વર્ષ 2023માં વ્હીટેકરને હટાવવા માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ઇમેલમાં આરોપીઓનું એક લાંબુ લિસ્ટ આપવામાં આવ્યું હતું. જેમાં મેમ્બરશિપ મેનેજમેન્ટ કંપનીના સિલેક્શનને લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. જેને લઈને 3 કંપનીઓએ એપ્લિકેશન મોક્યા હતા. જેમાં એક કંપનીના માલિક યુએસએ ક્રિકેટ ચેરમેન વેણુ પિસિકેના સારા મિત્ર છે. આ ઈમેલમાં બીજા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું કે ચેરમેન અને તેમની ટીમ આખા સિસ્ટમને ભષ્ટ્રાચાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેનો સીધો ઉદ્દેશ પોતાના પર્સનલ લાભ મેળવવાનો છે.