ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કૌન કિતના પાનીમેં? IPL-2025માં હરાજી બાદ 10 ટીમનું ચિત્ર ફાઇનલ

01:14 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement

10 ટીમોએ 639.15 કરોડ રૂપિયામાં 182 ખેલાડીઓ ખરીદ્યા

Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. દરમિયાન તમામ 10 ટીમોએ 639.15 કરોડ રૂૂપિયા ખર્ચ્યા અને કુલ 182 ખેલાડીઓ ખરીદ્યા હતા. હરાજીના પહેલા દિવસે 3 ખેલાડીઓ પર એટલા પૈસા વરસ્યા કે આઇપીએલ ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા.

આ ત્રણ ખેલાડીઓ છે વિકેટકીપર ઋષભ પંત, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યર. પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ 27 કરોડ રૂૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

આ વખતે 5 ટીમો કેપ્ટનની શોધમાં હતી. આ ટીમો છે દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ આ તમામ ટીમ ટૂંક સમયમાં કેપ્ટનની જાહેરાત પણ કરી શકે છે.

હરાજી બાદ તમામ 10 ટીમો ઘણી મજબૂત દેખાઈ રહી છે. કોણ નબળું હશે અને કોણ મજબૂત હશે તેનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં કેટલીક ટીમો ઘરઆંગણે મજબૂત હશે તો કેટલીક અન્યના ઘરે જઈને તબાહી મચાવી શકે છે. પિચ અને ફિલ્ડના આધારે કોઈપણ ટીમ ગમે ત્યારે વળતો પ્રહાર કરી શકે છે.

ગુજરાત ટાઇટન્સ: રિટેન- શુભમન ગિલ (16.5 કરોડ), રાશિદ ખાન (18 કરોડ), સાઈ સુદર્શન (8.5 કરોડ), શાહરૂૂખ ખાન (4 કરોડ) અને રાહુલ તેવટિયા (4 કરોડ). ખરીદ્યા- કગીસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોએત્ઝી, અરશદ ખાન, ગુરનૂર બરાર, શેરફેન રધરફોર્ડ, સાઈ કિશોર, ઇશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનત, કુલવંત ખેજરોલિયા.

મુંબઈ ઈન્ડિયન્સ: રિટેન - હાર્દિક પંડ્યા (16.35 કરોડ), સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ), રોહિત શર્મા (16.30 કરોડ), જસપ્રીત બુમરાહ (18 કરોડ) અને તિલક વર્મા (8 કરોડ). હરાજીમાં ખરીદ્યા- ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિંઝે, કર્ણ શર્મા, રેયાન રિકેલ્ટન, દીપક ચાહર, અલ્લાહ ગઝનફર, વિલ જેક્સ, અશ્વિની કુમાર, મિશેલ સેન્ટનર, રીસ ટોપ્લી, ક્રિષ્નન શ્રીજીત, રાજ અંગદ બાવા, સત્યનારાયણ રાજુ, બેવોન જેકબ્સ, અર્જુન તેંડુલકર, લિઝાદ વિલિયમ્સ, વિગ્નેશ પુથુર

ચેન્નઈ સુપર કિંગ્સ: રિટેન ખેલાડીઓ- ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ), મતિશા પથિરાના (13 કરોડ), શિવમ દુબે (12 કરોડ), રવિન્દ્ર જાડેજા (18 કરોડ) અને મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ). હરાજીમાં ખરીદ્યા- ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, આર. અશ્વિન, ખલીલ અહેમદ, નૂર અહેમદ, વિજય શંકર, સેમ કુરન, શેખ રશીદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, દીપક હુડા, ગુરજપનીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવર્ટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ

સનરાઇઝર્સ હૈદરાબાદ: રિટેન ખેલાડીઓ- પેટ કમિન્સ (18 કરોડ), હેનરિક ક્લાસેન (23 કરોડ), અભિષેક શર્મા (14 કરોડ), ટ્રેવિસ હેડ (14 કરોડ) અને નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ). હરાજીમાં ખરીદ્યા- મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, ઈશાન કિશન, રાહુલ ચહર, એડમ ઝમ્પા, અથર્વ તાયડે, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, બ્રાયડન કાર્સ, કામિન્દુ મેન્ડિસ, અનિકેત વર્મા, ઈશાન મલિંગા, સચિન બેબી.

રાજસ્થાન રોયલ્સ: રિટેન ખેલાડીઓ- સંજુ સેમસન (18 કરોડ), યશસ્વી જયસ્વાલ (18 કરોડ), રિયાન પરાગ (14 કરોડ), ધ્રુવ જુરેલ (14 કરોડ), શિમરોન હેટમાયર (11 કરોડ) અને સંદીપ શર્મા (4 કરોડ). હરાજીમાં ખરીદ્યા- જોફ્રા આર્ચર, મહિષ તિક્ષ્ણા, વાનિન્દુ હસરંગા, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય, નીતિશ રાણા, તુષાર દેશપાંડે, શુભમ દુબે, યુદ્ધવીર સિંહ, ફઝલહક ફારૂૂકી, વૈભવ સૂર્યવંશી, ક્વેના મફાકા, કુણાલ રાઠોડ, અશોક શર્મા.

લખનઉ સુપર જાયન્ટ્સ: રિટેન ખેલાડીઓ- નિકોલસ પૂરન (21 કરોડ), મયંક યાદવ (11 કરોડ), રવિ બિશ્નોઈ (11 કરોડ), આયુષ બદોની (4 કરોડ) અને મોહસિન ખાન (4 કરોડ). હરાજીમાં ખરીદ્યા- ઋષભ પંત, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયાલ, આકાશ દીપ, હિંમત સિંહ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, શાહબાઝ અહમદ, આકાશ સિંહ, શમર જોસેફ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી , રાજવર્ધન હંગરગેકર, અર્શીન કુલકર્ણી, મેથ્યુ બ્રેટ્ઝકે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: રિટેન ખેલાડીઓ- વિરાટ કોહલી (21 કરોડ), રજત પાટીદાર (11 કરોડ) અને યશ દયાલ (5 કરોડ). હરાજીમાં ખરીદ્યા- લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, નુવાન તુશારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિક્કલ, સ્વાસ્તિક ચિકારા,લુંગી એનગીડી, અભિનંદન સિંઘ, મોહિત રાઠી.

દિલ્હી કેપિટલ્સ: રિટેન ખેલાડીઓ- અક્ષર પટેલ (16.50 કરોડ), કુલદીપ યાદવ (13.25 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ) અને અભિષેક પોરેલ (4 કરોડ). હરાજીમાં ખરીદ્યા- મિશેલ સ્ટાર્ક, કેએલ રાહુલ, હેરી બ્રૂક, જેક ફ્રેઝર-મેકગર્ક, ટી. નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસિસ, મુકેશ કુમાર, દર્શન નાલકાંડે, વિપ્રજ નિગમ, દુષ્મંથા ચમીરા, ડોનોવન ફરેરા , અજય મંડલ, માનવંત કુમાર, ત્રિપુરાના વિજય, માધવ તિવારી.

કોલકાતા નાઈટ રાઈડર્સ : રિટેન ખેલાડીઓ- સુનીલ નરેન (12 કરોડ), રિંકુ સિંહ (13 કરોડ), આન્દ્રે રસેલ (12 કરોડ), વરુણ ચક્રવર્તી (12 કરોડ), હર્ષિત રાણા (4 કરોડ) અને રમનદીપ સિંહ (4 કરોડ). ખેલાડીઓ ખરીદ્યા- વેંકટેશ ઐય્યર, ક્વિન્ટન ડી કોક, રહમાનુલ્લાહ ગુરબાઝ, એનરિક નોર્કિયા, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોન્સન, લવનીત સિસોદિયા, અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક

પંજાબ કિંગ્સ: રિટેન ખેલાડીઓ- શશાંક સિંહ (5.5 કરોડ) અને પ્રભસિમરન સિંહ (4 કરોડ). હરાજીમાં ખરીદ્યા- અર્શદીપ સિંહ, શ્રેયસ ઐય્યર, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, નેહલ વાઢેરા, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વૈશાક, યશ ઠાકુર, માર્કો જેનસેન, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, અઝમતુલ્લા ઉમરઝાઈ, હરદીપ સિંહ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે. હવે શ્રેયસ ઐય્યર ઈંઙક 2025માં પંજાબ કિંગ્સનો કેપ્ટન બને તેવી શક્યતા છે. પંત લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી શકે છે.

Tags :
indiaindia newsIPL-2025Sportssports news
Advertisement
Next Article
Advertisement