For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ

10:53 AM Jun 28, 2025 IST | Bhumika
વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ

Advertisement

ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ટીમના એક ક્રિકેટર પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, વેસ્ટ ઈન્ડિઝના એક ક્રિકેટર પર 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝનું કહેવું છે કે તે આ કેસથી વાકેફ નથી. મીડિયા રિપોર્ટ્સમાં ક્રિકેટરની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સ્પોર્ટ્સ મેક્સ ટીવી અનુસાર, ઘણા પીડિતો દાવો કરે છે કે તપાસને ઢાંકવામાં આવી રહી છે. ગયાનાના અખબારે સૌપ્રથમ ક્રિકેટર સામેના આરોપો પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેના તાજેતરના અહેવાલમા તેણે મોન્સ્ટર ઇન મરૂૂન શીર્ષક સાથે એક સમાચાર પ્રકાશિત કર્યો હતો અને કહ્યું હતું કે આરોપી ક્રિકેટર ગુયાનાનો રહેવાસી છે.

અખબાર લખે છે તે દિવસના પ્રકાશમાં ઉંચો અને ગર્વથી ચાલે છે, મરૂૂન રંગ પહેરે છે, વૈશ્વિક મંચ પર વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરે છે. તે જાણીતો છે. તેને મૂર્તિમંત્ર માનવામાં આવે છે પરંતુ જે મહિલાઓ સાથે તેણે દુર્વ્યવહાર કર્યો હતો તે તેને હીરો માનતી નથી પરંતુ તે તેને એક શિકારી માને છે. ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટર દ્વારા ઓછામાં ઓછી 11 મહિલાઓ જાતીય સતામણીનો ભોગ બની છે, જેમાં એક કિશોરીનો પણ સમાવેશ થાય છે. અખબારે દાવો કર્યો છે કે પીડિતો પાસે સ્ક્રીનશોટ, મેસેજ, ફોટા, વોઇસ નોટ્સ, હોસ્પિટલની મુલાકાતો વગેરેના રૂૂપમાં ક્રિકેટર વિરુદ્ધના પુરાવા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement