For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા

10:51 AM Jun 10, 2025 IST | Bhumika
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા

મંગળવાર, 10 જૂન 2025ના રોજ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી ક્રિકેટ જગતમાં આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ.

Advertisement

માત્ર 29 વર્ષની ઉંમરે આ નિર્ણય લઈને પૂરને ચાહકો અને નિષ્ણાતોને સ્તબ્ધ કરી દીધા. આ ઘોષણા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી, જેમાં તેમણે આ નિર્ણયને અત્યંત મુશ્કેલ ગણાવ્યો. પૂરને વેસ્ટ ઇન્ડિઝ માટે 160થી વધુ વ્હાઇટ-બોલ મેચો રમી હતી, જોકે તેઓએ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું ન હતું.
નિકોલસ પૂરને 61 ટી20 અને 106 વનડે મેચોમાં ભાગ લઈને 4,000થી વધુ રન ફટકાર્યા છે. તેની આક્રમક બેટિંગ શૈલી અને મેચ ફેરવી નાખવાની ક્ષમતાએ તેને વેસ્ટ ઇન્ડિઝના સૌથી ચર્ચિત ખેલાડીઓમાંના એક બનાવ્યા. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની વ્હાઇટ-બોલ શ્રેણીમાંથી તેણે આરામ લીધો હતો, કારણ કે તે આઈપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યો હતો. આ સિઝનમાં પૂરને ઋષભ પંતની ટીમ માટે 14 મેચોમાં લગભગ 200ના સ્ટ્રાઇક રેટથી 524 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

પૂરને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ઘણા વિચાર કર્યા પછી, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણય આગામી ટી20 વર્લ્ડ કપના માત્ર 8 મહિના પહેલાં લીધો, જે ખાસ કરીને આશ્ચર્યજનક છે કારણ કે તેઓ થોડા સમય પહેલાં ટી20 ટીમના કેપ્ટન હતા. પૂરને વધુમાં લખ્યું, નસ્ત્રઆ રમતે મને ખુશી, હેતુ અને અવિસ્મરણીય યાદો આપી છે. વેસ્ટ ઇન્ડિઝની મરૂૂન જર્સી પહેરવી, રાષ્ટ્રગીત દરમિયાન ઉભા રહેવું અને મેદાન પર બધું જ આપવું એ અનુભવનું મૂલ્ય શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. ટીમનું નેતૃત્વ કરવું એ મારા માટે અવિસ્મરણીય સન્માન રહ્યું, જે હું હંમેશા મારા હૃદયમાં સાચવીશ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement