વેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ ઇન્ટરનેશનલ ક્રિકેટને છોડશે
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ માંથી બે મેચમાં રમશે
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ T20 મેચ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે. આન્દ્રે રસેલને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આન્દ્રે રસેલ આ સિરીઝની પહેલી 2 મેચ રમશે અને તેની 14 વર્ષના લાંબા કરિયર પર પૂર્ણવિરામ મૂકશે. આન્દ્રે રસેલે વેસ્ટ ઈન્ડિઝ માટે 6 જૂને ઈંગ્લેન્ડ સામે છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આન્દ્રે રસેલે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 1 ટેસ્ટ, 56 વનડે અને 84 T20 મેચ રમી છે. કેરેબિયન ઓલરાઉન્ડરે એકલા હાથે ટીમને ઘણી મેચોમાં યાદગાર જીત અપાવી હતી.
આન્દ્રે રસેલ જમૈકામાં રમાનારી પહેલી બે T20 મેચમાં રમતો જોવા મળશે. એટલે કે 23 જુલાઈએ કાંગારૂૂ ટીમ સામેની બીજી T20 મેચ આન્દ્રે રસેલના ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હશે. આન્દ્રે રસેલની ગણતરી વિશ્વના બેસ્ટ ઓલરાઉન્ડરોમાં થાય છે આન્દ્રે રસેલે T20 માં રમાયેલી 73 ઈનિંગ્સમાં 163 ના સ્ટ્રાઈક રેટથી 1078 રન બનાવ્યા છે. 50 ઓવર ફોર્મેટમાં રસેલના બેટમાંથી 1034 રન આવ્યા છે. બોલિંગમાં કેરેબિયન ઓલરાઉન્ડરે ત્રણેય ફોર્મેટમાં 132 વિકેટ લીધી છે.