ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિરાટ રેકોર્ડ, IPLના ઇતિહાસમાં 1000 બાઉન્ડ્રી ફટકારનાર કોહલી પ્રથમ ખેલાડી

10:48 AM Apr 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2025માં એક નવો ઇતિહાસ રચ્યો છે. ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમાયેલી મેચમાં કોહલીએ 22 રનની ઇનિંગ દરમિયાન બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ વિરાટ કોહલી IPLના ઇતિહાસમાં 1000 બાઉન્ડ્રીનો (Kohli 1000 boundaries) આંકડો સ્પર્શ કરનાર પ્રથમ ખેલાડી બની ગયા છે.

વિરાટ કોહલી IPLની શરૂૂઆતથી જ માત્ર RCB ટીમ માટે રમ્યો છે. તેણે 2008થી અત્યાર સુધીમાં કુલ 248 મેચ રમી છે. આ દરમિયાન તેણે 721 ચોગ્ગા અને 279 છગ્ગા ફટકાર્યા છે. આમ, વિરાટે કુલ 1000 બાઉન્ડ્રી પૂરી કરી લીધી છે અને આ સિદ્ધિ મેળવનાર તે IPLના ઇતિહાસમાં પ્રથમ ખેલાડી છે. સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાની યાદીમાં શિખર ધવન બીજા ક્રમે છે. ધવને IPLમાં અત્યાર સુધીમાં 920 બાઉન્ડ્રી ફટકારી છે. જો કે, સૌથી વધુ ચોગ્ગા મારવાના મામલે શિખર ધવન વિરાટ કોહલીથી આગળ છે.

આ યાદીમાં ટોચના પાંચ ખેલાડીઓમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં કોહલી અને ધવન ઉપરાંત રોહિત શર્મા પણ સામેલ છે. રોહિત શર્માએ IPLમાં 256 મેચ રમીને 282 છગ્ગા અને 603 ચોગ્ગાની મદદથી કુલ 885 બાઉન્ડ્રી ફટકારી છે અને તે આ યાદીમાં ચોથા સ્થાને છે. ડેવિડ વોર્નર 899 બાઉન્ડ્રી સાથે ત્રીજા અને ક્રિસ ગેલ 761 બાઉન્ડ્રી સાથે પાંચમા ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેણે અત્યાર સુધીમાં 8190 રન બનાવ્યા છે, જેમાં 8 સદી અને 57 અડધી સદી સામેલ છે. આ યાદીમાં શિખર ધવન 6769 રન સાથે બીજા અને રોહિત શર્મા 6666 રન સાથે ત્રીજા સ્થાને છે. વિરાટ કોહલીની આ સિદ્ધિ IPLના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂૂપ છે.

Tags :
indiaindia newsSportssports newsVirat Kohli
Advertisement
Advertisement