વિરાટ કોહલીની ગરદન મચકોડાઇ, રણજી ટ્રોફી રમવા અંગે શંકા યથાવત
કોહલીના ડોમેસ્ટિક મેચ રમવા પર શંકા વધુ વધી છે. સમાચાર મુજબ, વિરાટ કોહલીની ગરદન મચકોડાઈ ગઈ છે, જેના માટે તેણે ઈન્જેક્શન પણ લીધું છે.ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ફ્લોપ શો બાદ સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં રમે તેવી આશા હતી. જો કે, બંને ખેલાડીઓએ પોતપોતાના બોર્ડ રમવા અંગે કોઈ માહિતી આપી નથી. રણજી ટ્રોફીનો બીજો રાઉન્ડ 23 જાન્યુઆરીથી શરૂૂ થવા જઈ રહ્યો છે. જો કે વિરાટ કોહલીના ડોમેસ્ટિક મેચ રમવા પર શંકા વધુ વધી છે.
દિલ્હીને તેની આગામી મેચ 23 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર સામે રમવાની છે, હવે તેના નહીં રમવાના કારણે સસ્પેન્સ વધી ગયું છે. જોકે, દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)નું કહેવું છે કે તેમને હજુ સુધી કોઈ અપડેટ મળ્યું નથી.એવી સંભાવના છે કે તે બાકીની બે રણજી ટ્રોફી મેચોમાંથી પ્રથમ ચૂકી શકે છે અને જો DDCA પસંદગીકારોને અપડેટ આપવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે,
હાલના તબક્કે કોહલી દિલ્હીની ટીમ સાથે જોડાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી અને સૌરાષ્ટ્ર સામેની મેચની શરૂૂઆત પહેલા તે રાજકોટમાં ટીમ સાથે તાલીમ લે તો નવાઈ નહીં. દિલ્હીની ટીમ 20 જાન્યુઆરીએ રવાના થશે અને મેચની શરૂૂઆત પહેલા બે ટ્રેનિંગ સેશનમાં ભાગ લેશે.વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂૂઆત પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને કરી હતી, પરંતુ તે પછી તે કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. તે સતત સ્લિપમાં આઉટ થતો રહ્યો. આ 5 મેચની સિરીઝની 9 ઇનિંગ્સમાં તેણે 23.75ની એવરેજથી 190 રન બનાવ્યા, જેમાં 1 સદી સામેલ છે.