વિરાટ કોહલી-રોહિત શર્મા હવે રાજકોટમાં સાથે રમતા જોવા મળશે
14 જાન્યુઆરીના રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે
વર્તમાન ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના ભારતીય ટીમનો ઉધ્ધાર નથી થવાનો, પણ કમનસીબી એ છે કે આ બે મહારથીઓ ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. એટલે કરોડો ક્રિકેટપ્રેમીઓને હવે આ બંને ખેલાડી ફરી ક્યારે રમતા જોવા મળે એ જાણવા ઉત્સુક હોય જ.
વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે નવા વર્ષમાં સીધા ગુજરાતમાં જ વન ડે મેચ જોવા મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જાન્યુઆરીમાં વનડે શ્રેણીની શરૂૂ થઈ રહી છે જેનો પ્રથમ મેચ વડોદરા ખાતે 11 તારીખે અને બીજો મેચ રાજકોટ સ્ટેડિયમ ખાતે 14 મી જાન્યુઆરીએ રમાશે.એટલે કે હવે આ બંને દિગ્ગજ ક્રિકેટરો ગુજરાતમાં રમતા જોવા મળશે.
વન-ડે ક્રિકેટના બે બેતાજ બાદશાહ વિરાટ અને રોહિતે વર્ષ 2025નું મિશન પૂરું કરી લીધું છે. હવે તેઓ વર્ષ 2026ની શરૂૂઆતમાં ફરી આંતરરાષ્ટ્રીય મેચમાં રમતા જોવા મળશે. તેઓ વિજય હઝારે ટ્રોફીમાં રમતા જોવા મળી શકે, પરંતુ ઇન્ટરનેશનલ મેચ હવે તેમના માટે 2026ના આરંભમાં જ છે. 2026ની 11મી જાન્યુઆરીએ ન્યૂ ઝીલેન્ડ સામે ઘરઆંગણે શરૂૂ થનારી વન-ડે સિરીઝ સાથે ટીમ ઇન્ડિયાનું નવા વર્ષનું મિશન શરૂૂ થશે. એ દિવસે ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે વડોદરામાં રમાવાની છે. એ ડે-નાઈટ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂૂ થશે. ત્રણ મેચની એ શ્રેણી રમ્યા બાદ વિરાટ અને રોહિત ફરી ટીમ ઇન્ડિયાથી દૂર થઈ જશે અને પોતાની પારિવારિક જિંદગી માણવા લાગશે.