For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરાટ કોહલી-રોહિત શર્મા કમબેક કરવા તૈયાર, ODI સિરીઝમાં રમશે

10:55 AM Aug 08, 2025 IST | Bhumika
વિરાટ કોહલી રોહિત શર્મા કમબેક કરવા તૈયાર  odi સિરીઝમાં રમશે

Advertisement

ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા માટે તૈયાર છે. બંને ધુરંધરો કાંગારૂૂ સામેની ઓડીઆઇ સિરીઝનો ભાગ રહેશે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી બંને સ્ટાર બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે.

આ સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે પાછા ફરશે, તેની રાહ પણ ચાહકો જોઈ રહ્યા છે. જો કે, ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે કે ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઇ સિરીઝમાં રમવા માટે તૈયાર છે. પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. આ પછી બીજી વનડે 23 ઓક્ટોબરે એડિલેડ અને ત્રીજી વનડે 25 ઓક્ટોબરના રોજ સિડનીમાં રમાશે.

Advertisement

બંને અનુભવી ભારતીય ક્રિકેટરોએ વર્ષ 2024 ના ટી-20 વર્લ્ડ કપ પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. રોહિતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને ક્રિકેટ પ્રેમીઓને આંચકો આપ્યો હતો. રોહિત અને વિરાટ તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બંને ક્રિકેટરોની ટેસ્ટ કારકિર્દી પર અનેક સવાલો ઉઠ્યા હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન રોહિત અને વિરાટનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં, હવે તેઓ ઓસ્ટ્રેલિયામાં કઈ રીતે કમબેક કરે છે તેના પર સૌની નજર રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement