ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’

11:50 AM Jun 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મેદાન પર તેની બેટિંગની ચર્ચા દરેક જગ્યાએ થાય છે, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર પણ દુનિયાના મોટા સ્ટાર્સને પાછળ છોડી દેતો જોવા મળે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ પર મળેલી લાઇક્સની દ્રષ્ટિએ કોહલીએ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધો છે.

Advertisement

2024માં વિરાટ કોહલીની ત્રણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આવી છે, જેને 2 કરોડથી વધુ એટલે કે 20 મિલિયન લોકોએ લાઇક્સ કરી છે. આ પોસ્ટને સૌથી વધુ લાઇક્સ મળી છે, જેમાં કોહલીએ T20 વર્લ્ડ કપ જીત્યા પછીનો પોતાનો ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટને અત્યાર સુધીમાં 22 મિલિયનથી વધુ લોકોએ લાઇક્સ કરી છે. તેણે 1 મેના રોજ તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે બીજી તસવીર પોસ્ટ કરી હતી. આ સુંદર તસવીર પણ 20 મિલિયનનો આંકડો પાર કરી ગઈ છે.

ત્રીજી પોસ્ટ RCBની ઐતિહાસિક જીત વિશે હતી જેમાં ટીમે 18 વર્ષમાં પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી. કોહલીએ આ ઉજવણીની એક ઝલક તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે શેર કરી અને તેને 20 મિલિયનથી વધુ લાઇક્સ પણ મળી હતી.

ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેણે આખી દુનિયામાં પોતાની છાપ છોડી છે, તેની બે પોસ્ટને 20 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે. એક ફોટામાં તે આઇસ પૂલમાં સ્નાન કરતો જોવા મળે છે, જે એક ચેલેન્જનો હિસ્સો હતો. બીજી પોસ્ટ ફેબ્રુઆરી 2024ની છે જેને ચાહકોએ પણ ખૂબ પસંદ કરી હતી.

સોશિયલ મીડિયા પર ખેલાડીઓ જ નહીં, ગાયકો પણ પાછળ નથી. કેનેડિયન સિંગર જસ્ટિન બીબરનો એક ફોટો, જેમાં તે બાળકને ખભા પર લઈને ચાલતો જોવા મળે છે, તેને પણ 24 મિલિયનથી વધુ લોકોએ લાઇક કર્યો છે.

રમતગમત ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર વિરાટ હવે ઇન્સ્ટાગ્રામ પર પણ વિશ્વના સૌથી પ્રિય સ્ટાર્સમાંનો એક બની ગયો છે. વિજયની ખુશી હોય, કૌટુંબિક ક્ષણો હોય કે દેશનું ગૌરવ બનવાની તસવીરો હોય તેના ચાહકો દરેક પોસ્ટને દિલથી પસંદ કરી રહ્યા છે. આ રીતે કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને હરાવીને એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

Tags :
indiaindia newsSportssports newsVirat KohliVirat Kohli news
Advertisement
Advertisement