For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરાટ કોહલીએ ખતમ કર્યું યુવરાજનું કેરિયર, રોબિન ઉથપ્પાએ વિવાદ છેડ્યો

11:05 AM Jan 11, 2025 IST | Bhumika
વિરાટ કોહલીએ ખતમ કર્યું યુવરાજનું કેરિયર  રોબિન ઉથપ્પાએ વિવાદ છેડ્યો

એક ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બાદ તેને પડતો મુકવામાં આવ્યો

Advertisement

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કેન્સરને હરાવીને ટીમમાં પરત ફરેલા યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવવા માટે વિરાટ કોહલીને જવાબદાર ગણાવ્યો છે. રોબિન ઉથપ્પાના જણાવ્યા અનુસાર વિરાટ કોહલીએ મજબૂત ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ફિટનેસમાં થોડી છૂટ આપવાની વિનંતીને ફગાવી દીધી હતી. ઓડીઆઇ અને ટી-20 ક્રિકેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક યુવરાજ સિંહે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને ટી-20 અને ઓડીઆઇ વર્લ્ડ કપમાં ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Advertisement

ઓડીઆઇ વર્લ્ડ કપ 2011 ના ટાઇટલ જીત્યા પછી યુવરાજ સિંહને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેણે અમેરિકામાં સારવાર લીધી હતી. યુવરાજ સિંહ કેન્સરમાંથી સાજા થયા બાદ ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો અને તેણે ઈંગ્લેન્ડ સામેની ઓડીઆઇ મેચમાં સદી પણ ફટકારી હતી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ખરાબ પ્રદર્શન બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

રોબિન ઉથપ્પાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, યુવી પા (યુવરાજ સિંહ)નો જ દાખલો લો. તે વ્યક્તિ કેન્સરને હરાવીને આંતરરાષ્ટ્રીય ટીમમાં પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે વ્યક્તિએ આપણને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે તમે કેપ્ટન બનો છો તો તમે એવા ખેલાડી વિશે કહો છો કે તેના ફેફસાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે, જ્યારે તમે તે ખેલાડીને સંઘર્ષ કરતા જોયા હશે. કોઈએ મને આ વિશે કહ્યું નથી, પરંતુ હું વસ્તુઓનું મૂલ્યાંકન કરું છું. રોબિન ઉથપ્પાએ કહ્યું, જ્યારે યુવીએ બે અંકની કપાત માટે વિનંતી કરી, ત્યારે તેને તે મળ્યું નહીં. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ તે ટીમમાં આવ્યો હતો, પરંતુ એક ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો અને તેના પર ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો. ત્યારે વિરાટ કેપ્ટન હતો, જે કંઈ પણ થયું તેના અનુસાર જ થયું. રોબિન ઉથપ્પાએ કોહલીની કેપ્ટનશિપ સ્ટાઈલ વિશે કહ્યું કે તે માય વે અને ધ હાઈવે પ્રકારનો કેપ્ટન હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement