ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોલકાતા માટે પ્લેઓફના આકરા ચઢાણ, CSKની બે વિકેટે જીત

10:54 AM May 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટે હરાવ્યું. બુધવારે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન કેકેઆરે 20 ઓવરમાં છ વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં, CSKએ 19.4 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા અને સિઝનની ત્રીજી જીત નોંધાવી.

Advertisement

અજિંક્ય રહાણેની ટીમ 12 મેચમાં છ જીત અને પાંચ હાર સાથે છઠ્ઠા સ્થાને છે. તેના ખાતામાં 11 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.193 છે. આ દરમિયાન, ચેન્નાઈને છ પોઈન્ટ મળ્યા. આ ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

અજિંક્ય રહાણેના 48 રનના સર્વોચ્ચ સ્કોરની મદદથી, કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 180 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. સીએસકે તરફથી નૂર અહેમદે ચાર વિકેટ લીધી જ્યારે અંશુલ કંબોજ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ.

Tags :
CSKindiaindia newsSportssports news
Advertisement
Advertisement