રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4 ખેલાડીઓને અપાશે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત

03:18 PM Jan 02, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. આટલું જ નહીં 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે મનુ ભાકરનું નામ ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યું નથી પરંતુ તે તમામ સમાચારોને ફગાવી દેવામાં આવ્યા છે અને હવે આ અનુભવી ખેલાડીને દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ મળવા જઈ રહ્યો છે.

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ અને 25 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.

ડી ગુકેશને પણ ખેલ રત્ન મળશે

ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુકેશે ગયા મહિને 12મી ડિસેમ્બરે ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ગુકેશે સિંગાપોરમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો, જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

https://x.com/ANI/status/1874743593048654149

આ ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024 મળશે

1. ગુકેશ ડી (ચેસ)
2. હરમનપ્રીત સિંહ (હોકી)
3. પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ)
4. મનુ ભાકર

આ ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ

1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
2. અન્નુ રાની (એથ્લેટિક્સ)
3. નીતુ (બોક્સિંગ)
4. સ્વીટી (બોક્સિંગ)
5. વંતિકા અગ્રવાલ (ચેસ)
6. સલીમા ટેટે (હોકી)
7. અભિષેક (હોકી)
8. સંજય (હોકી)
9. જર્મનપ્રીત સિંહ (હોકી)
10. સુખજીત સિંહ (હોકી)
11. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
12. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
13. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
14. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
15. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
16. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)
17. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
18. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)
19. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
20. નવદીપ (પેરા એથ્લેટિક્સ)
21. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન)
22. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
23. નિત્ય શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)
24. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)
25. કપિલ પરમાર (પેરા જુડો)
26. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
27. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)
28. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)
29. સરબજોત સિંહ (શૂટિંગ)
30. અભય સિંહ (સ્ક્વોશ)
31. સાજન પ્રકાશ (સ્વિમિંગ)
32. અમન (કુસ્તી)

Tags :
Central GovernmentD GukeshDhyan Chand Khel Ratna Awardindiaindia newsManu BhakerSportssports news
Advertisement
Next Article
Advertisement