રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી, અમે સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો છે

02:15 PM Jul 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી, અમે સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો છે

કમલ હાસન અને રજનીકાંત તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે મોટા સુપરસ્ટાર છે. બંનેએ પોતાના કરિયરમાં 16 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ લિસ્ટમાં ‘અપૂર્વ રાગાંગલ’, ‘અવલ અપ્પાદિથન’, ‘16 વયથિનિલે’, ‘ઈલામાઈ ઓંજલ આદુકિરાથુ’, ‘થિલ્લુ મુલ્લુ’ અને ‘નિનાથાલે ઈનિકમ’ સામેલ છે. તાજેતરમાં જ કમલ હાસને ચુપ્પી તોડી અને કહ્યું કે તેણે છેલ્લા 40 વર્ષથી રજનીકાંત સાથે કેમ કામ કર્યું નથી.

રજનીકાંત અને કમલ હાસને છેલ્લે 1985માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ગિરફ્તાર’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. એક રિપોર્ટ અનુસાર, કમલ હાસને રજનીકાંત સાથેના પોતાના બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, પઆ કોઈ નવું કોમ્બિનેશન નથી. અમે સાથે ઘણી ફિલ્મો કરી છે. પછી અમે સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો. અમે બે કોમ્પિટિટર્સ જેવા નથી. અમારો એક જ ગુરુ હતા. કમલ હાસને આગળ કહ્યું, બીજી કોઈપણ જગ્યાથી અલગ અહીં ખુલ્લેઆમ કોમ્પિટિશન થાય છે. પરંતુ અહીં કોઈ ઈર્ષ્યાની લાગણી નથી અને આ બે અલગ-અલગ રસ્તા છે. અમે ક્યારેય એકબીજા વિશે સારી કે ખરાબ કોમેન્ટ્સ કરતા નથી. અમે 20 વર્ષના હતા ત્યારે સાથે કામ ન કરવાનું નક્કી કર્યું હતું. એવું નથી એ સમયે અમે બંને મોટા અને સમજદાર થઈ ગયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કમલ હાસનની ફિલ્મ કલ્કી 2898 એડી આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 600 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. હવે કમલ હાસન પઇન્ડિયન 2થમાં જોવા મળશે. આ દરમિયાન રજનીકાંત ટૂંક સમયમાં જ ફિલ્મ પકુલીથમાં જોવા મળશે. જો કે રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ ફિલ્મ આવતા વર્ષે 2025માં ધૂમ મચાવશે.

Tags :
EntertainmentEntertainment newsindiaindia news
Advertisement
Next Article
Advertisement