For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેકાઉ ઓપન સુપર બેડમિન્ટનમાં લક્ષ્ય સેન-તરૂણ કવાર્ટર ફાઈનલમાં

10:57 AM Aug 01, 2025 IST | Bhumika
મેકાઉ ઓપન સુપર બેડમિન્ટનમાં લક્ષ્ય સેન તરૂણ કવાર્ટર ફાઈનલમાં

વિમેન્સ સિંગલ્સમાં રક્ષિતી રામરાજ બીજા રાઉન્ડમાં

Advertisement

ભારતના લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી અને તરુણ મન્નેપલ્લીએ ગઇકાલે મેકાઉ ઓપન સુપર બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન લક્ષ્ય સેને કોરિયાના જિયોન હિયોક જિનેન 21-8, 21-14થી હરાવ્યો હતો. 31મા ક્રમાંકિત આયુષે ચાઇનીઝ તાઇપેઇના હ્યુઆંગ યૂ કેઇને 31 મિનિટમાં જ 21-10, 21-11ના સ્કોરથી પરાજય આપ્યો હતો.

દરમિયાન વિમેન્સ સિંગલ્સમાં રક્ષિતા રામરાજ એક માત્ર ભારતીય ખેલાડી રહી હતી જેણે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેણે થાઇલેન્ડની પોર્નચિમાને 63 મિનિટની રમત બાદ 18-21, 21-17, 22-20થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.

Advertisement

મિક્સ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની જોડીએ થાઇલેન્ડની રેચપોલ અને લાઇસુઆનની જોડીને 26 જ મિનિટ સુધી રમાયેલી મેચમાં 21-10, 21-15થી હરાવીને પોતાનું અભિયાન આગળ ધપાવ્યું હતું. તરુણ મનેનેપલ્લીએ મોખરાના ક્રમના હોંગકોંગના ખેલાડી લી ચેયુક યિયુને શાનદાર ઢબે હરાવ્યો હતો અને તાજેતરના ગાળામાં રમાયેલી વિવિધ ટુર્નામેન્ટમાં પહેલી વાર ક્વાર્ટર ફાઇનલ સુધી આગેકૂચ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement