ટીમ ઈન્ડિયાનો વિજય થતાં જશ્નનો માહોલ, ક્રિકેટ પ્રેમીઓ ગાંડાતૂર
12:00 PM Mar 10, 2025 IST | Bhumika
Advertisement
ચેમ્પિયન ટ્રોફિમાં ભારતીય ક્રિકેટ ટીમ 12 વર્ષ પછી ચેમ્પિયન બનતા રાજકોટ સહિત ગુજરાતભરમાં ક્રિકેટ પ્રેમીઓએ મોડી રાત સુધી જશ્ન મનાવ્યો હતો. રાજકોટના રેસકોર્સ રિંગરોડ-કાલાવડ રોડ-યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ક્રિકેટ રસિયાઓ હાથમાં તિરંગા લઈ વાહનોમાં નીકળી પડ્યા હતા અને નાચગાન સાથે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણીના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. (તસવીર : મુકેશ રાઠોડ)
Advertisement
Advertisement