એશિયા કપ જીતવા પર મહિલા ટીમને મળે છે માત્ર 16 લાખ 48 હજાર રૂપિયા
પુરૂષ ટીમને 1 કરોડ 25 લાખ જેવી માતબર રકમ મળે છે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ 2024ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય મહિલા ટીમને લઈ ક્રિકેટ ચાહકોને ખૂબ આશાઓ છે કે, ફાઇનલમાં પહોંચીને ટુર્નામેન્ટ જીતશે. પરંતુ આ પહેલા એક આશ્ચર્યજનક સત્ય જાણવું જરૂૂરી છે. મહિલા એશિયા કપની ઈનામી રકમ ખરેખર ચોંકાવનારી છે.
એક તરફ પુરૂૂષ ક્રિકેટમાં ટૂર્નામેન્ટ જીતવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, તો બીજી તરફ મહિલા ક્રિકેટમાં ટૂર્નામેન્ટ જીતનાર ટીમને ખૂબ જ ઓછા પૈસા ઈનામના રુપમાં મળે છે. ટીમ ઈન્ડિયા મહિલા એશિયા કપ 2024ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રિકેટ ચાહકોની આશાઓ મુજબ જ શક્ય છે કે, ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચશે અને એશિયા ચેમ્પિયન ટીમ થશે. પરંતુ તમને એ ખ્યાલ છે કે જો ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ જીતશે તો તેને કેટલા પૈસા મળશે?
મહિલા એશિયા કપની ઈનામી રકમ ખૂબ જ ઓછી છે. જો ટીમ ઈન્ડિયા એશિયા કપ 2024 ચેમ્પિયન બને છે તો માત્ર 20 હજાર ડોલરની રકમ ઈનામના રુપમાં મળશે. આટલા દિવસની જૂસ્સાભેર રમત બાદ ટીમ ઈન્ડિયાને ભારતીય ચલણ મુજબ 16 લાખ 48 હજાર રૂૂપિયાની રકમ ઈનામ રુપે મળશે. એશિયાકપ ફાઇનલમાં હારનારી ટીમને 12,500 ડોલર રકમ મળશે. ભારતીય ચલણ મુજબ આ રકમ 10 લાખ 30 હજાર રૂૂપિયા છે.
મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપ ચેમ્પિયન થવા પર કે ફાઈનલ સુધીની સફર કરવા પર કેટલી રકમ મળે છે, એ તો તમે જાણી લીધું. પરંતુ હવે તમે એ પણ જાણી લ્યો કે પુરુષ ક્રિકેટ ટીમને કેટલીી રકમ એશિયા કપ જીતવા પર ઈનામ રુપે મળે છે. ગત એશિયા કપ 2023 પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાયો હતો. ભારતીય ટીમને એશિયા કપમાં ચેમ્પિયન બનવા માટે 1 કરોડ 25 લાખ રૂૂપિયાનું ઈનામ મળ્યું હતું. જ્યારે ફાઈનલમાં ભારત સામે હારનારી ટીમ શ્રીલંકાને 62 લાખ 35 હજાર રૂૂપિયાની ઈનામી રકમ મળી હતી.
પુરુષ ટીમને અપાયેલ ઈનામની આ રકમ મહિલા એશિયા કપની ઈનામી રકમ કરતા 7 ગણી વધારે છે. જોકે હવે આ અંતર ઘટાડવા માટે ઇઈઈઈંએ જ આગળ આવવું પડશે. બીસીસીઆઈએ મહિલા ક્રિકેટરોની મેચ ફી પુરૂૂષોને સમાન કરી પહેલ કરી છે.