ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ

04:41 PM Feb 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રનર-અપ ટીમને 9.73 કરોડ, સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમોને 4.86 કરોડ આપવાની ICCની જાહેરાત

Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વિજેતા ટીમને કરોડો રૂૂપિયાની ધનરાશિ ઇનામી સ્વરૂૂપે આપવામાં આવશે. તો જે ટીમ હારશે તેને પણ નિરાશ નહી કરવામાં આવે. પરાજિત થનાર ટીમને પણ ધનવાન બનાવાની તક મળશે. કરોડોની ધનરાશિ જીત અને હાર મેળવનાર ટીમને આપવામાં આવશે. આ વખતે આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાવવાની છે.

ICCચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂૂ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ રમવાની છે. આ મેચો પાકિસ્તાનના ત્રણ શહેરો લાહોર, રાવલપિંડી, કરાચી અને દુબઈમાં યોજાશે. આ ટુર્નામેન્ટની શરૂૂઆત 19 ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ મેચ રમશે.

હવે ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની વિજેતા ટીમને 2.24 મિલિયન (લગભગ રૂૂ. 19.46 કરોડ) મળશે. રનર-અપ ટીમને 1.12 મિલિયન (લગભગ રૂૂ. 9.73 કરોડ) મળશે. સેમિફાઇનલમાં હારનારી બંને ટીમોને 560,000 (આશરે રૂૂ. 4.86 કરોડ) ની સમાન રકમ મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં દરેક મેચ મહત્વની રહેશે.

ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા બદલ ટીમને 34000 (લગભગ રૂૂ. 29.53 લાખ) મળશે. જ્યારે પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને 350000 (લગભગ રૂૂ. 3.04 કરોડ) ની સમાન રકમ મળશે. જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને 140000 (લગભગ રૂૂ. 1.22 કરોડ) ની સમાન રકમ મળશે. આ ઉપરાંત, આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને 125000 (લગભગ રૂૂ. 1.09 કરોડ) ની ગેરંટી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ICCકુલ 6.9 મિલિયન (લગભગ રૂૂ. 60 કરોડ) ની ઇનામી રકમનું વિતરણ કરશે. આ વર્ષ 2017 કરતા 53 ટકા વધુ છે.

Tags :
Champions TrophyICCindiaindia newsSportssports news
Advertisement
Advertisement