ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝના વિજેતા સુકાનીને પટૌડી મેડલ અપાશે
તેંડુલકરની વિનંતી બાદ વેલ્સ ક્રિકેટ બોર્ડનો નિર્ણય
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં મહાન ક્રિકેટર મનસુર અલી ખાન પટૌડી અને તેમના પિતા ઇફ્તિખાર અલી ખાન પટૌડીનું નામ સંકળાયેલું જ રહેશે. જોકે હવેથી પટૌડી ટ્રોફીને બલે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નામ આપવામાં આવ્યું છે પરંતુ આ બંને વચ્ચેની સિરીઝની વિજેતા ટીમના કેપ્ટનને પટૌડી મેડલથી નવાજવામાં આવશે. અગાઉ આ બંને વચ્ચેની સિરીઝ જીતનારી ટીમને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી એનાયત કરવાનો નિર્ણય લેવાયો હતો જેની આકરી ટીકા થઇ હતી.
સચિન તેંડુલકરે પોતે પણ પટૌડીનું નામ ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટનો હિસ્સો બની રહે તેવી વકીલાત કરી છે. હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે બંને દેશ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની વિજેતા ટીમના સુકાનીને પટીડી ખેડલ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. આ રીતે બંને દેશની ક્રિકેટ હરીફાઈમાં શાહી પરિવારનું નામ જોડાયેલું રહેશે. પટૌડી પરિવારનો બંને દેશના ક્રિકેટ સાથે જૂનો નાતો રહ્યો છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ આ ટ્રોકીની સત્તાવાર જાહેરાત થવાની હતી પરંતુ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની દુર્યટનાને પગલે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી.