અમ્પાયરે હાર્દિક, હેટમાયર અને સોલ્ટના બેટ મેદાન પર ચેક કર્યા
IPL 2025 દરમિયાન રવિવારે મેદાન પર કંઈક અનોખું જોવા મળ્યું. પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં અને પછી દિલ્હીમાં રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં, અમ્પાયરો બેટ્સમેનોના બેટ તપાસતા જોવા મળ્યા. આ તપાસ એટલા માટે કરવામાં આવી રહી હતી કે, બેટ્સમેનના બેટનું કદ નિર્ધારિત ધોરણોથી વધુ ન હોય. દિવસ દરમિયાન કુલ ત્રણ બેટ્સમેનોના બેટનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં ફિલ સોલ્ટ, શિમરોન હેટમાયર અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. જોકે, ત્રણેય બેટ્સમેનોના બેટ ધોરણ મુજબના હોવાનું જાણવા મળ્યું.
IPL મેચ દરમિયાન, મેદાન પરના અમ્પાયરે હેટમાયરના બેટનું નિરીક્ષણ કર્યું. જેથી ખાતરી કરી શકાય કે તે લીગના નિયમોનું પાલન કરે છે. આ નિરીક્ષણ બેટના માપન અંગે ઈંઙકના કાયદા 5.7 હેઠળ લાગુ થતી નિયમિત પ્રક્રિયાના ભાગ રૂૂપે કરવામાં આવ્યું હતું. હેટમાયર, સોલ્ટ અને હાર્દિકના બેટ નિયમોનું પાલન કરતા હતા અને તેઓ એ જ બેટથી રમવાનું ચાલુ રાખતા હતા.
બેટના માપના નિયમો
કુલ લંબાઈ (હેન્ડલ સહિત): 38 ઇંચ (96.52 સેમી) સુધી
પહોળાઈ: 4.25 ઇંચ (10.8 સે.મી.) સુધી
ઊંડાઈ: મહત્તમ 2.64 ઇંચ (6.7 સેમી)
ધારની જાડાઈ: મહત્તમ 1.56 ઇંચ (4.0 સે.મી.)
બેટને બેટ ગેજમાંથી સાંગોપાંગ નિકળી જવું જોઇએ.
હેન્ડલની લંબાઈ બેટની કુલ લંબાઈના 52% થી વધુ ન હોવી જોઈએ.
બ્લેડ પરના કોઈપણ આવરણ સામગ્રીની જાડાઈ 0.04 ઇંચ (0.1 સે.મી.) થી વધુ ન હોવી જોઈએ.
બેટના ટો (તળિયે) પર રક્ષણાત્મક સામગ્રીની જાડાઈ 0.12 ઇંચ (0.3 સેમી) થી વધુ ન હોવી જોઈએ.