ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમ

11:00 AM Sep 02, 2025 IST | Bhumika
Advertisement

ચેમ્પિયન ટીમને 39.55 અને રનર અપને 19.77 કરોડ મળશે, ICCની જાહેરાત

Advertisement

દુબઇમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી જાહેરાત કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આગામી 30મી સપ્ટેમ્બરે શરૂૂ થનારો આઠ ટીમ વચ્ચેના મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં જીતનારી ચેમ્પિયન ટીમને 40 કરોડ રૂૂપિયા જેટલું તોતિંગ રોકડ ઇનામ આપવામાં આવશે. વાસ્તવમાં વન-ડે વર્લ્ડ કપની બાબતમાં આઇસીસીએ પુરુષો કરતાં મહિલાઓની કુલ ઇનામી રકમ ઘણી વધારી દીધી છે. ભારતના ભૂતપૂર્વ બીસીસીઆઇ-સેક્રેટરી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ આઇસીસીના ચેરમેન છે. મહિલાઓના વન-ડે વર્લ્ડ કપનો આગામી 30મી સપ્ટેમ્બરે બે યજમાન દેશ ભારત અને શ્રીલંકા વચ્ચેની ગુવાહાટી ખાતેની મેચથી આરંભ થશે અને બીજી નવેમ્બરે ફાઇનલ રમાશે. આઇસીસીના જણાવ્યા મુજબ વિશ્વભરમાં મહિલા વર્લ્ડ કપની લોકપ્રિયતા વધારવાના હેતુથી તેમ જ પુરુષો સાથે સમાનતા લાવવાના આશયથી ઇનામી રકમમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં આ વર્લ્ડ કપની મેચો ગુવાહાટી, ઇન્દોર, નવી મુંબઈ, વિશાખાપટનમમાં તેમ જ શ્રીલંકામાં કોલંબોમાં રમાશે.

ગયા વર્લ્ડ કપની તુલનામાં આ ઇનામી રકમમાં લગભગ સાડા ત્રણસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્લ્ડ કપમાં ચેમ્પિયન મહિલા ટીમ (ઑસ્ટ્રેલિયા)ને 1.32 મિલિયન ડોલર (અંદાજે 11.65 કરોડ રૂૂપિયા)નું પ્રથમ ઇનામ અપાયું હતું. જોકે હવે એ ઇનામમાં લગભગ સાડા ત્રણસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વખતે વિશ્વ કપ જીતનારી ટીમને આઇસીસી તરફથી 4.48 મિલિયન ડોલર (આશરે 39.55 કરોડ રૂૂપિયા)નું પ્રાઇઝ મની આપવામાં આવશે. આઇસીસીએ ખરેખર તો આ વખતના વિમેન્સ વર્લ્ડ કપથી પ્રાઇઝ મનીમાં તોતિંગ વધારો કર્યો છે. આ ટૂર્નામેન્ટમાં કુલ મળીને 13.88 મિલિયન ડોલર (અંદાજે 122.5 કરોડ રૂૂપિયા)ની ઇનામી રકમ ફાળવવામાં આવશે. ગયા વર્લ્ડ કપમાં કુલ પ્રાઇઝ મનીની રકમ 3.5 મિલિયન ડોલર (31 કરોડ રૂૂપિયા) હતી જે 297 ટકા જેટલો વધારો દર્શાવે છે. મહિલા વર્લ્ડ કપની બાબતમાં આઇસીસીએ કુલ ઇનામી રકમ જે રીતે વધારી છે એને કારણે આ રકમ પુરુષોના વર્લ્ડ કપની પ્રાઇઝ મનીથી પણ ઘણી વધી ગઈ છે. 2023માં ભારતમાં આયોજિત મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં કુલ 10 મિલિયન ડોલર (88.26 કરોડ રૂૂપિયા)ની ઇનામી રકમ આપવામાં આવી હતી.

મહિલા વર્લ્ડ કપ માટેની ઇનામી રકમ
(1) કુલ ઇનામી રકમ: 13.88 મિલિયન ડોલર (122.5 કરોડ રૂૂપિયા)
(2) ચેમ્પિયન ટીમ: 4.48 મિલિયન ડોલર (39.55 કરોડ રૂૂપિયા)
(3) રનર-અપ ટીમ: 2.24 મિલિયન ડોલર (19.77 કરોડ રૂૂપિયા)
(4) સેમિ ફાઇનલમાં પરાજિત ટીમ (દરેકને): 1.12 મિલિયન ડોલર (9.89 કરોડ રૂૂપિયા)
(5) ગ્રૂપ સ્ટેજમાં પ્રત્યેક જીત બદલ ટીમને: 34,314 ડોલર (30.29 લાખ રૂૂપિયા)
(6) પાંચમા-છઠ્ઠા સ્થાનની ટીમ (દરેકને): 7 લાખ ડોલર (62 લાખ રૂૂપિયા)
(7) સાતમા-આઠમા સ્થાનની ટીમ (દરેકને): 2,80,000 ડોલર (24.71 લાખ રૂૂપિયા)
(8) ટૂર્નામેન્ટમાં ભાગ લેવા બદલ પ્રત્યેક ટીમને: 2,50,000 ડોલર (22 લાખ રૂૂપિયા)

Tags :
indiaindia newsSportssports newsWomen's World CupworldWorld News
Advertisement
Next Article
Advertisement