33 હજાર કરોડના માલિકે શાર્દૂલ ઠાકુરને સલામી આપી
34 રન આપી 4 વિકેટ ઝડપવા બદલ અભિવાદન
IPLની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉ સુપરજાયન્ટ્સે 5 વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીતના હીરો શાર્દુલ ઠાકુર અને નિકોલસ પૂરન હતા. પુરને 26 બોલમાં 70 રન બનાવ્યા જ્યારે શાર્દુલે 34 રન આપીને ચાર વિકેટ લીધી.
આ જીત પછી ટીમના માલિક સંજીવ ગોયન્કા પણ ખૂબ ખુશ દેખાતા હતા. વિજય પછી તેણે ખેલાડીઓને ગળે લગાવ્યા. મોટી વાત એ હતી કે શાર્દુલ ઠાકુરને ગળે લગાવતા પહેલા તેણે સલામી આપીને તેનું અભિવાદન કર્યું. રસપ્રદ વાત એ છે કે, 2025ની ઈંઙક હરાજીમાં શાર્દુલ અનસોલ્ડ રહ્યો હતો પરંતુ LSGબોલિંગ યુનિટમાં ઇજાઓને કારણે છેલ્લી ઘડીએ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી મેચમાં બે વિકેટ લીધા બાદ, તેણે હૈદરાબાદમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું.
મેચ પછી કજૠના માલિક સંજીવ ગોયન્કા જેમની કુલ સંપત્તિ 33 હજાર કરોડ રૂૂપિયાથી વધુ છે. તેણે શાર્દુલ સમક્ષ નમન કર્યું અને તેને માન આપ્યું અને ગળે લગાવ્યો. બેઝ પ્રાઈસ 2 કરોડ રૂૂપિયા હોવા છતાં હરાજીમાં કોઈ ખરીદદાર ન મળ્યા બાદ, શાર્દુલે એસેક્સ સાથે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવાની તૈયારી શરૂૂ કરી. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ લખેલું હતું - મોહસીન ખાનને ACL ઈજા થયા બાદ LSGએ શાર્દુલને પસંદ કર્યો. આ કોલ ટીમના માર્ગદર્શક ઝહીર ખાન દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે આ અનુભવી ઓલરાઉન્ડર માટે એક નવો અધ્યાય શરૂૂ કર્યો.