ઓલિમ્પિકની પાંચ રિંગ વિશ્ર્વના પાંચ મુખ્ય ખંડોનું પ્રતિક મનાય છે
અલગ અલગ રંગ એકતા-અખંડિતતાનો સૂચક
સમગ્ર વિશ્વમાં પેરિસ ઓલિમ્પિક 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 2024 ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી શરૂૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે અને તેમાં લગભગ 10 હજાર એથ્લીટ ભાગ લેવાના છે. જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો ઓલિમ્પિક ગેમ્સ 1896માં શરૂૂ થઈ હતી અને ઘણા સમયથી આપણે 5 ગોળાકાર રિંગ્સ જોઈ રહ્યા છીએ, જે આ ગેમ્સનું પ્રતીક છે.આ રમતો શરૂૂ થયાને એક સદીથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ એક મોટો પ્રશ્ન એ છે કે ફક્ત 5 રિંગ્સ શા માટે અને તેનો અર્થ શું છે?
ડાબેથી જમણે ક્રમમાં આ 5 રિંગ્સના રંગો વાદળી, પીળો, કાળો, લીલો અને લાલ છે. વાસ્તવમાં, આ 5 રિંગ્સ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન (ઈંઘઈ)ના ભૂતપૂર્વ પ્રમુખ પિયર ડુ કુબર્ટિન દ્વારા બનાવવામાં આવી હતી. આ પાંચ શેલ વર્ષો પહેલા શરૂૂ થયેલી ઓલિમ્પિક ચળવળનું પ્રતીક છે. ઓલિમ્પિક રિંગ્સ વિશ્વના પાંચ મુખ્ય ખંડોનું પ્રતીક છે. આ પાંચ ખંડો આ પ્રમાણે છે: આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એશિયા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડની આસપાસના તમામ દેશોને એક જ ખંડ તરીકે ગણવામાં આવ્યા છે. સાથે જ રિંગમાં પાંચ અલગ-અલગ રંગોનો ઉપયોગ પણ એક જટિલ પ્રશ્ન સમાન છે. સફેદ પૃષ્ઠભૂમિની સાથે વાદળી, પીળો, કાળો, લીલો અને લાલ રંગોને ઓલિમ્પિક રિંગ્સમાં લાવવામાં આવ્યા હતા કારણ કે આ બધા રંગો વિશ્વના લગભગ દરેક દેશના ધ્વજમાં જોવા મળે છે. આ 5 રંગોનો ઉપયોગ તમામ દેશોની એકતા અને અખંડિતતા જાળવવા માટે કરવામાં આવ્યો હતો. આ પાંચ વર્તુળો વિશ્વભરમાંથી રમતોમાં ભાગ લેવા આવતા ખેલાડીઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.