વર્લ્ડ ટેસ્ટ મેચની ફાઈનલમાં 3 મેચની શ્રેણી હોવી જોઈએ
ટેસ્ટ ક્રિકેટમાં 530 વિકેટ ઝડપનાર નાથન લિયોની માંગ
ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર નાથન લિયોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. નાથન લિયોનનું માનવું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી હોવી જોઈએ. તેનું પરિણામ એક મેચમાંથી ન આવવું જોઈએ. ટેસ્ટ ક્રિકેટમાં 530 વિકેટ ઝડપનાર નાથન લિયોને કહ્યું, હું એક વસ્તુ જોવા માંગુ છું કે ડબલ્યુટીસી ફાઇનલ એક ટેસ્ટ મેચને બદલે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી છે. તે થોડું સારું હોઈ શકે છે, કારણ કે તમે એક મેચ હારી જાઓ છો. પરંતુ એક સિઝનમાં ત્રણ ટેસ્ટ મેચ.સ્ત્રસ્ત્ર તમે કરી શકો છો, ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણી તમને પુનરાગમન કરવાની અને પછી તમારો પ્રભાવ દર્શાવવાની તક આપે છે. લિયોને વધુમાં કહ્યું કે તમે આ શ્રેણી ત્રણ અલગ-અલગ દેશોમાં રમી શકો છો. તેણે કહ્યું, નસ્ત્રતમે ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ, ઓસ્ટ્રેલિયામાં એક અને ભારતમાં એક ટેસ્ટ રમી શકો છો.