For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આખી ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ, ટી-20માં લો સ્કોરિંગનો નવો ઇતિહાસ

05:23 PM Nov 25, 2024 IST | Bhumika
આખી ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ  ટી 20માં લો સ્કોરિંગનો નવો ઇતિહાસ
Advertisement

ક્રિકેટની રમતમાં એક આખેઆખી ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ થઇ જવાની આશ્ચર્યજનક ઘટના ઘટી છે. આઇવરી કોસ્ટની ટીમ નાઇજીરીયા સામે માત્ર 7 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ T20 ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર પણ છે. નાઈજીરિયાએ આ મેચ 264 રને જીતી લીધી હતી.લાગોસમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ પેટા-પ્રાદેશિક આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ ઈ મેચમાં નાઇજીરિયા સામે આઇવરી કોસ્ટની આખી ટીમ માત્ર 7 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.અને 264 રનથી ટીમની હાર થઇ હતી.. અહીં નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોચના 5 સૌથી ઓછા સ્કોરમાંથી 4 સ્કોર વર્ષ 2024માં બન્યા છે.પુરુષોની T20 ઇન્ટરનેશનલ મેચમાં સિંગલ ડિજિટ ટીમ સ્કોરનું આ પહેલું ઉદાહરણ છે. આ ફોર્મેટમાં અગાઉનો ન્યૂનતમ સ્કોર 10 રન હતો. આ સ્કોર પર ટીમ બે વખત ઓલઆઉટ થઇ ચૂકી છે.

T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર
આઈવરી કોસ્ટ - 7 રન, વિ નાઈજીરીયા (નવેમ્બર, 2024)
મંગોલિયા - 10 રન, વિ સિંગાપોર (સપ્ટેમ્બર, 2024) -
3 આઈલ ઓ મેન - 10 રન, વિ સ્પેન (ફેબ્રુઆરી, 2023)
4 મંગોલિયા- 12 રન, વિ. જાપાન (મે, 2024)
મંગોલિયા- 17 રન, વિ હોંગકોંગ (ઓગસ્ટ, 2024)
માલી 18 રન, વિ તાન્ઝાનિયા (સપ્ટેમ્બર, 2024)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement