ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તેંડુલકરના પુત્ર અર્જુનને કોઇ ખરીદનાર ના મળ્યો

01:18 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement

મુંબઇએ ગત સિઝનમાં ડેબ્યુની તક આપી હતી

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સ માટે 3 સિઝન રમી ચૂકેલા ગોવાના ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરને IPL2025માં કોઈ ખરીદનાર મળ્યો નથી. જ્યારે IPLની હરાજીમાં અર્જુન તેંડુલકરનું નામ સામે આવ્યું ત્યારે કોઈપણ ટીમે તેના પર દાવ લગાવ્યો ન હતો. અર્જુન તેંડુલકર દિગ્ગજ ખેલાડી સચિનનો પુત્ર છે અને મુંબઈ તેના પર છેલ્લા ત્રણ વર્ષથી સટ્ટો લગાવી રહ્યો હતો. મુંબઈએ ગત સિઝનમાં અર્જુન તેંડુલકરને પણ ડેબ્યૂ કરવાની તક આપી હતી. અર્જુન તેંડુલકરે IPLમાં 5 મેચ રમી છે જેમાં તેણે 3 વિકેટ ઝડપી છે.

અર્જુન તેંડુલકરને આઈપીએલમાં કોઈ ટીમે શા માટે ખરીદ્યો ન હતો તેનું કારણ સ્પષ્ટ નથી પરંતુ તે ક્યાંકને ક્યાંક તેના પ્રદર્શનનો મુદ્દો હોઈ શકે છે. અર્જુન તેંડુલકરે IPLની પાંચ મેચોમાં લગભગ 10ના ઇકોનોમી રેટથી રન ખર્ચ્યા હતા. શક્ય છે કે તેને જોતા મુંબઈએ તેને આ સિઝનમાં ખરીદ્યો ન હોય. અર્જુનના T20 કરિયરની વાત કરીએ તો આ ખેલાડી 23 T20 મેચમાં 26 વિકેટ લેવામાં સફળ રહ્યો છે અને તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 8.70 રન છે. અર્જુન હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગોવા તરફથી રમી રહ્યો છે જ્યાં તેણે સર્વિસીસ સામે સારું પ્રદર્શન કર્યું હતું.

Tags :
Arjun Tendulkarindiaindia newsIPLIPL 2025Sports
Advertisement
Next Article
Advertisement