રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ICC રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, TOP-5માં 3 ખેલાડી

01:36 PM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલીનો સમાવેશ

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આઇસીસી રેન્કિંગમાં વર્ચસ્વ જાળવી રાખ્યું છે.માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં પરંતુ છેલ્લા અઠવાડિયામાં ક્યાંય પણ ઘણી મેચો રમાઈ નથી. આ પછી પણ આઇસીસીએ તેની નવી રેન્કિંગ જાહેર કરી છે. ભારતના સ્ટાર ખેલાડીઓ ODI બેટ્સમેન રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ટોપ 5 બેટ્સમેનમાંથી ત્રણ ટીમ ઈન્ડિયાના છે.

આઇસીસી દ્વારા ODIની નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનનો બાબર આઝમ હજુ પણ તેમાં નંબર વનની ખુરશી પર કાયમ છે. તેનું રેટિંગ 824 છે. એ બીજી વાત છે કે બાબર છેલ્લા આઠ મહિનાથી એક પણ વનડે મેચ રમ્યો નથી, તેમ છતાં તે નંબર વન પર યથાવત છે. પરંતુ આ પછી ભારતીય ખેલાડીઓએ સતત ત્રણ સ્થાન પર કબજો જમાવ્યો છે.

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા આઇસીસી ODI રેન્કિંગમાં બીજા સ્થાને છે. તેનું રેટિંગ હાલમાં 765 પર છે. તે બાબર આઝમની નજીક આવી રહ્યો છે, પરંતુ તેને પછાડવા માટે રોહિત શર્માએ વન-ડેમાં કેટલીક વધુ મોટી ઇનિંગ્સ રમવી પડશે. આ પછી ત્રીજા નંબર પર શુભમન ગિલ છે. તેનું રેટિંગ 763 છે. એટલે કે રોહિત અને શુભમનના રેટિંગમાં બહુ ઓછો તફાવત છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર યથાવત છે. તેનું રેટિંગ 746 છે. આયર્લેન્ડના હેરી ટેક્ટરનું પણ આ જ રેટિંગ છે, તેથી તે પણ કોહલી સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે. ખાસ વાત એ છે કે ભારતીય ટીમ આ વર્ષે એક પણ વનડે મેચ રમશે નહીં. આવતા વર્ષની શરૂૂઆતમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવશે ત્યારે આ ત્રણેય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે.

Tags :
ICC rankingindiaindia newsSportssports newsTeam India
Advertisement
Next Article
Advertisement