ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટીમ ઇન્ડિયાની જીતનો ‘અભિષેક’, 79 રન ફટકાર્યા

10:39 AM Jan 23, 2025 IST | Bhumika
Advertisement

21 બોલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી જેમાં 6 સિક્સ અને 3 ફોર સામેલ, ઇંગ્લેન્ડ સામેની ટી-20માં ભારતનો વિજયી પ્રારંભ

Advertisement

ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી 20માં ઓપનર અભિષેક શર્માની તોફાની ઈનિંગ જોવા મળી હતી. અભિષેક 21 બોલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી જેમાં 6 સિક્સ અને 3 ફોર સામેલ હતી. પહેલી ટી 20નો હીરો અભિષેક શર્માને જ ગણી શકાય. તે 79 રન બનાવીને આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડે આપેલો ઈઝી ટાર્ગેટ ટીમ ઈન્ડીયાના ચાર ખેલાડીઓએ પૂરો કરી લીધો હતો. ઓપનર અભિષેક શર્માએ 79 રનની આક્રમક ઈનિંગ ખેલીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. તેની પહેલા સંજૂ સેમસને 26 અને તિલક વર્માએ 19 રનનું યોગદાન આપ્યુ હતું અને હાર્દિક પંડ્યા 3 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ રીતે ચાર ખેલાડીઓ ઈંગ્લેન્ડે આપેલો 133 રનનો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. બોલરમાં વરુણ ચક્રવર્તી ચાલ્યો હતો જેણે 3 વિકેટ ઝડપી હતી.

પહેલી મેચ જીતી લઈને ભારત 5 મેચોની ટી 20 સીરિઝમાં 1-0થી આગળ રહ્યું છે. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 132 રન બનાવ્યાં હતા આ રીતે ભારતને 133 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટાર્ગેટ ભારતે 12.5 ઓવરમાં પૂરો કરી લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અર્શદીપ સિંહ શરૂૂઆતથી જ ઇંગ્લિશ ટીમ પર સંપૂર્ણ રીતે હાવી થઈ ગયો હતો. તેણે પહેલી જ ઓવરમાં ફિલ સોલ્ટને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી બેન ડકેટ ઇનિંગની ત્રીજી ઓવરમાં રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે બટલરની ઓપનિંગ ટીમ ધરાશાયી થઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડની ટીમે 17 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ કેપ્ટન જોસ બટલરે ટીમની કમાન સંભાળી લીધી અને સ્કોર 50થી આગળ લઈ ગયો. સ્પિનર વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોનને 65 રન પર આઉટ કરીને ચોથો ઝટકો આપ્યો હતો.

Tags :
indiaindia newsSportssports newsTeam India
Advertisement
Next Article
Advertisement