રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેડમિન્ટનમાં શાનદાર સિદ્ધિઓની સ્વામીની તસ્નીમ મીર

12:23 PM Jul 24, 2024 IST | admin
Advertisement

એશિયન જુનિયર ચેમ્પિયનશિપ બે વખત જીતનાર તેમજ જુનિયરમાં વર્લ્ડ નંબર વન બનનાર એક માત્ર ખેલાડી તસ્નીમ મીર

Advertisement

મહેસાણામાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ઈરફાન મીર બેડમિન્ટન કોચ પણ છે.ફરજ બાદ બાળકોને તેઓ બેડમિન્ટન શીખવે છે.2010ની સાલમાં પોતાની 5 વર્ષની દીકરી પણ બેડમિન્ટન રમવા સાથે આવતી અને રમતી.એ સમયે બેડમિન્ટન શીખવતા પિતાજીને નહોતી ખબર કે ફક્ત આનંદ માટે રમવા આવતી આ દીકરી ભવિષ્યમાં બેડમિન્ટન ક્ષેત્રે દુનિયાભરમાં ડંકો વગાડશે.આ દીકરી એ આજે વિશ્વભરમાં બેડમિન્ટન ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ બેડમિન્ટન ખેલાડી એટલે તસ્નીમ મીર. તાજેતરમાં સ્ટેટ લેવલની બેડમિન્ટન ચેમ્પિયનશિપ રમવા રાજકોટ આવેલ તસ્નીમ મીરે ઉડાન માટે ખાસ વાત કરી હતી.

મહેસાણામાં જન્મ અને શાળાકીય અભ્યાસ કર્યો.માતા આસમા મીર પિતા ઈરફાન મીર અને ભાઈ અલી એમ નાનકડો પરિવાર-ભાઇ પણ બેડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી બહેનના પગલે ચાલી રહ્યો છે. જ્યારે નાનકડી તસ્નીમ અન્ય બાળકો સાથે બેડમિન્ટન રમતી તે જોઈને પિતાએ તેની પ્રતિભા પારખી.કોચ તથા પિતા હોવાના નાતે તેની રમત પર ગંભીરતાથી ધ્યાન આપવાનું શરૂૂ કર્યું.પોતાની બેડમિન્ટનની આ યાત્રા બાબત તેણીએ જણાવ્યું કે,બાર વર્ષ સુધી પિતાજીએ ટ્રેનિંગ આપી પરંતુ આગળ હાયર લેવલના પ્લેયર સાથે રમવાનું હોવાથી અન્ય કોચ પાસેથી કોચિંગ લેવાનું નક્કી કર્યું. હૈદરાબાદમાં ગોપીચંદ એકેડેમી જોઈન કરી.ત્રણ વર્ષ ત્યાં પ્રેક્ટિસ બાદ ગૌહાટીમાં ઇન્ટરનેશનલ કોચ પાસે ચાર વર્ષ ટ્રેનિંગ લીધી. ત્યારબાદ પ્રકાશ પાદૂકોણ એકેડેમી બેંગ્લોરમાં જોઈન કર્યું અને એક વર્ષ માટે ત્યાં ટ્રેનિંગ લીધી. અંડર 13થી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂૂ કર્યું પરંતુ પ્રારંભમાં હારનો સામનો કરતી વખતે ઘણી નિરાશા પણ મળતી પરંતુ રમતની હાર હિંમતને હરાવી શકતી નહીં. અંડર 18 અને 19માં જીત મળવા લાગી અને આમ જીત સાથે જુસ્સો પણ વધવા લાગ્યો.અને જાણે પિતાનું સ્વપ્ન સાકાર કરવા લાગી. રમત દરમિયાન રાયપુરમાં શોલ્ડર ઇન્જ઼રી થવાથી એક વર્ષ બ્રેક લેવો પડ્યો.

તસ્નીમના જણાવ્યા મુજબ જુનિયરથી સિનિયરમાં ટ્રાન્સફર થવું ટફ હોય છે આ ઉપરાંત એક વર્ષના બ્રેક પછી કમબેક કરવું પણ ખૂબ જ અઘરું હતું પરંતુ તેણે પોતાની મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા કરી દેખાડ્યું પૂનામાં એક વર્ષ પછી કમબેક કરીને જે મેચ જીતી એ યાદગાર હતી છે કારણ કે સતત મેચ રમવાના કારણે થાક પણ હતો છતાં હરિયાણાના પ્લેયર દેવિકાને હરાવીને પોતે જીત મેળવી હતી.

પોતાના સંઘર્ષ બાબત તેણીએ જણાવ્યું કે, શરૂૂઆતમાં જ્યારે સારી રમત નહોતી ત્યારે સ્પોન્સર પણ મળવા મુશ્કેલ હતા. માતા સાથે સાઉથમાં જવાનું થયું ત્યારે પણ જમવા ,રમવા,રહેવા બાબત ઘણી તકલીફ પડી પરંતુ ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ઘણો સપોર્ટ કર્યો. સ્કોલરશિપ સાથે આર્થિક મદદ પણ કરી જેથી કરીને બીજા સ્ટેટમાં જઈને પ્રેક્ટિસ પણ કરી શકી. પિતા કોચ છે જેનો ફાયદો પણ મળતો રહે છે. રમત બાબતે પિતા સાથે ચર્ચા કરી રમત સુધારવાનો પ્રયત્ન કરું છું.

તસ્નીમના પિતાજી એક સમયે બેડમિન્ટન પ્લેયર હતા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી સાથે તેઓ બેડમિન્ટનની રમતમાં પણ રસ લેતા. આ રમતમાં અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે માટે તેઓએ પતિયાલાથી બેડમિન્ટનનો પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ કર્યો.દીકરીની સફળતા અને સંઘર્ષ બાબત કોચ અને પિતા ઈરફાન મીરે જણાવ્યું કે,આ રમત એક્સપેન્સિવ છે.વર્ષમાં 8 થી 10 વખત ફોરેન ટૂર કરવાની હોય છે ઉપરાંત પર્સનલ ટ્રેનર, ન્યૂટ્રિશનિસ્ટ, સાયકોલોજીસ્ટ અલગ અલગ હોય છે, આવા સંજોગોમાં આર્થિક મદદની જરૂૂર પડે છે ગુજરાત ગવર્મેન્ટના સપોર્ટ સાથે ડિપાર્ટમેન્ટમાં આઇપીએસ ઓફિસર પણ સપોર્ટ કરે છે.. તસ્નીમ સવારે સાડા ચાર વાગ્યે ઊઠીને નવ સુધી પ્રેક્ટિસ કરે છે અને બપોરે 2 કલાક ફિટનેસ માટે રનિંગ અથવા એકસરસાઈઝ કરે છે.નાનપણથી જ સફળતા મેળવી રહેલ તસ્નીમનો વર્લ્ડ નંબર વન બનવાનો ગોલ છે.સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

નાની ઉંમરે મેળવેલ મોટી સિદ્ધિ
તસ્નીમ અત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે ત્યારે આટલી નાની ઉંમરમાં તેણીએ અનેક સફળતા મેળવી છે.
*સિનિયર નેશનલ રેન્કિંગ ટૂર્નામેન્ટ ટાઈટલ મેળવ્યા બાદ નેશનલ રેન્કિંગમાં છઠ્ઠો ક્રમ છે.
*જુનિયર અને સિનિયર ચેમ્પિયનશિપમાં ચોવીસ વખત ચેમ્પિયન બન્યા છે. આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 12 વખત ગોલ્ડ મેડલ અને ચાર વખત સિલ્વર મેડલ મેળવ્યા છે
*એક માત્ર મહિલા પ્લેયર છે જેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપ બે વખત જીતી છે
*16 વર્ષની વયે ભારતીય મહિલા ટીમમાં થોમસ અને ઉબેર કપમાં સ્થાન મેળ્યું
*ઇન્ટરનેશનલ ચેલેન્જ ટૂર્નામેન્ટ સેન્ટ ડેનિસ રીયુનિયન ખાતે જીત મેળવી
*તાજેતરમાં પૂના ખાતે નેશનલ રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીત્યા.
*તેણી એક માત્ર ખેલાડી છે જે જુનિયરમાં વર્લ્ડ નંબર વન છે.

ટેલેન્ટ હોય તો બાળકને આગળ વધવા દો
તસ્નીમ મીરે રમત ગમતમાં રસ ધરાવતા બાળકોના માતા-પિતાને સંદેશ આપતા જણાવ્યું કે તમારા બાળકોમાં ટેલેન્ટ હોય તો તેને જરૂૂર આગળ વધારો સામાન્ય રીતે શિક્ષણ મેળવવા માટે આપણે બાળકોને સ્કૂલે મોકલી દઈએ છીએ પરંતુ રમત ગમતમાં એવું નથી થતું માતા-પિતાએ પણ ધ્યાન રાખવું પડે છે મારા માટે માતા-પિતાએ ઘણો ભોગ આપ્યો છે. શારીરિક માનસિક ફિટનેસની જાળવણી, ડાયેટમાં ધ્યાન રાખવું, હાર-જીતનો સામનો કઈ રીતે કરવો વગેરે અનેક બાબતો છે જેનું ધ્યાન રાખવુંં પડતું હોય છે.

WRITTEN BY : BHAVNA DOSHI

Tags :
badmintanindiaindia newsSportsNEWS
Advertisement
Next Article
Advertisement