For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સનરાઈઝર્સ હૈદરાબાદ વિસ્ફોટક વિકેટકીપર હેનરિક ક્લાસેનને ચૂકવશે 23 કરોડ રૂપિયા

12:33 PM Oct 17, 2024 IST | Bhumika
સનરાઈઝર્સ હૈદરાબાદ વિસ્ફોટક વિકેટકીપર હેનરિક ક્લાસેનને ચૂકવશે 23 કરોડ રૂપિયા
Advertisement

આઈપીએલ 2025ની સિઝન પહેલા યોજાનારી મેગા ઓક્શન હવે વધુ દૂર નથી. એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ નવેમ્બરના અંતમાં મેગા હરાજીનું આયોજન કરશે. આવી સ્થિતિમાં, તમામ ટીમોએ હરાજી પહેલા જ તેમના રિટેન કરેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરવા પડશે. આ જાહેરાત પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ, જે ગત સિઝનમાં રનર્સઅપ રહી હતી, તે એક ખેલાડીને જાળવી રાખવા માટે 23 કરોડ રૂૂપિયાનો જંગી ખર્ચ કરી શકે છે. કાવ્યા મારનની માલિકીની આ ફ્રેન્ચાઈઝી ટીમના કેપ્ટન પેટ કમિન્સ અથવા સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડને નહીં પરંતુદક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેનને આ રકમ ચૂકવશે અને રિટેન કરશે.

Advertisement

હૈદરાબાદે ગત સિઝનમાં પેટ કમિન્સને 20.50 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. આ રીતે તે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો. હૈદરાબાદે તેને કેપ્ટન પણ બનાવ્યો અને તે ટીમને ફાઈનલમાં લઈ ગયો. આ હોવા છતાં, એસઆરએચ સૌથી વધુ રકમ ચૂકવીને તેને જાળવી રિટેન કરવા તૈયાર નથી. ઈએસપીએન-ક્રિકઈન્ફો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લી સિઝનની રનર-અપ હૈદરાબાદ ક્લોસેનને પસંદ કરશે, જેણે છેલ્લી સિઝનમાં 171ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી 479 રન બનાવ્યા હતા, તેની પ્રથમ જાળવણી તરીકે. જોકે, આ વખતે કમિન્સને આશરે રૂૂ. 2.5 કરોડ ઓછા મળશે. કે કેપ્ટનશિપની જવાબદારી ફરી કમિન્સના હાથમાં રહેશે.એસઆરએચ ગત સિઝનમાં પોતાની વિસ્ફોટક ઓપનિંગથી બધાને ચોંકાવનારા યુવા ભારતીય બેટ્સમેન અભિષેક શર્માને ત્રીજા નંબર પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે અને આ માટે તેને 14 કરોડ રૂૂપિયા મળશે. આશ્ચર્યજનક વાત એ છે કે અભિષેક શર્માએ 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા હતા અને સૌથી વધુ 42 સિક્સર ફટકારી હતી. જ્યારે ટ્રેવિસ હેડે આ બંને કરતા વધુ રન બનાવ્યા હતા.

એસઆરએચએ યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રેડ્ડીએ તેની ડેબ્યૂ સિઝનમાં માત્ર થોડી જ ઈનિંગ્સમાં પ્રભાવિત કર્યા અને ત્યારબાદ તેણે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયા માટે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું, જ્યાં તેણે બાંગ્લાદેશ સામે માત્ર 34 બોલમાં 74 રન બનાવ્યા. આ સિવાય તે સિરીઝમાં 3 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement