સુનિલ ગાવસ્કરનું અપમાન, ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી આપવા માટે સ્ટેજ પર ન બોલાવ્યા
ક્રિકેટમાં ડંકો વગાડવા માટે જાણીતી ઓસ્ટ્રેલિયન ટીમનો ઘમંડ પણ આસમાને વ્યાપ્યો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાવાળાનો ફરી એક વાર ઘમંડ સામે આવ્યો હતો. સિડની ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાવાળાએ ટ્રોફી આપવા માટે સુનિલ ગાવસ્કરને સ્ટેજ પર બોલાવ્યાં નહોતા અને સ્પસ્ટ રીતે તેમની ઉપેક્ષા કરી હતી.
પાંચમી એટલે કે સિરીઝની છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાઈ હતી, જેના ત્રીજા દિવસે (5 જાન્યુઆરી) ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે શ્રેણી જીતી લીધી હતી. આ પછી, વિજેતા કેપ્ટનને ટ્રોફી આપવા માટે એક પ્રસ્તુતિ સમારોહ છે, જેમાં ગાવસ્કરને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ ટ્રોફીનું નામ સુનિલ ગાવસ્કર અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ એલન બોર્ડરના નામ પર રાખવામાં આવ્યું છે. સમારોહ દરમિયાન બોર્ડરને બોલાવવામાં આવ્યાં હતા પરંતુ ગાવસ્કરને બોલાવાયાં નહોતા. બોર્ડરે વિજેતા કેપ્ટન પેટ કમિન્સને ટ્રોફી સોંપી હતી. સુનિલ ગાવસ્કર બોલ્યાં, ભારતીય છુંનું એટલે પોતાના અપમાન પર સુનિલ ગાવસ્કર નારાજ થયાં હતા અને તેમણે એવું કહ્યું કે હું ભારતીય છુંને એટલે મારી સાથે આવું કરવામાં આવ્યું. જ્યારે પણ જીતે છે ત્યારે ઓસ્ટ્રેલિયાનો ઘમંડ આસમાને પહોંચતો હોય છે. વનડે વર્લ્ડ કપ જીત્યાં બાદ પણ ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે ટ્રોફી પર પગ રાખીને ફોટો પડાવ્યો હતો અને હવે ફરી વાર ઓસ્ટ્રેલિયાએ આવું કર્યું છે.