For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુદર્શન-જયસ્વાલે ફિફટી ફટકારી, ભારતના 4 વિકેટે 264 રન

10:58 AM Jul 24, 2025 IST | Bhumika
સુદર્શન જયસ્વાલે ફિફટી ફટકારી  ભારતના 4 વિકેટે 264 રન

ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટનો પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયા માટે સંઘર્ષમય, કે.એલ. રાહુલ અડધી સદી ચુકયો

Advertisement

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનો પહેલો દિવસ બુધવાર ભારત માટે મિશ્ર રહ્યો. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ટીમ ઈન્ડિયાએ સારી શરૂૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શને પણ અડધી સદી ફટકારી હતી, પરંતુ ઋષભ પંતની ઈજાએ ભારતનું ટેન્શન વધારી દીધું છે. દિવસની રમતના અંત સુધીમાં, ભારતે ચાર વિકેટ ગુમાવ્યા બાદ 264 રન બનાવી લીધા છે.

યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન પોતાની અડધી સદી પૂરી કર્યા પછી આઉટ થઈ ગયા હતા. ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે તે માટે બંનેમાંથી કોઈને પણ મોટી ઇનિંગ્સ રમવાની જરૂૂર હતી. યશસ્વીએ 107 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા અને એક સિક્સર ફટકાર્યા હતા. પોતાની બીજી મેચ રમી રહેલા સુદર્શને 151 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજા અને શાર્દુર ઠાકુર દિવસની રમતના અંત સુધી 19-19 રન પર અણનમ છે.

Advertisement

આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જયસ્વાલ અને કેએલ રાહુલે ટીમને મજબૂત શરૂૂઆત અપાવી. બંનેએ પહેલા સત્રમાં એક પણ વિકેટ પડવા દીધી નહીં. બીજા સત્રની શરૂૂઆત થયાના થોડા સમય પછી, રાહુલ પેવેલિયન પાછો ફર્યો અને અડધી સદી ચૂકી ગયો. ઓફ સ્ટમ્પ લાઇનથી રાહુલને વારંવાર પરેશાન કરી રહેલા ક્રિસ વોક્સ તેની વિકેટ લેવામાં સફળ રહ્યો. 30મી ઓવરનો છેલ્લો બોલ રાહુલના બેટની ધારથી સ્લિપમાં ગયો અને જેક ક્રોલીએ તેનો કેચ પકડ્યો. તેણે 98 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા.

થોડા સમય પછી યશસ્વી પણ આઉટ થઈ ગયો. આઠ વર્ષ પછી ઈંગ્લેન્ડની ટીમમાં પાછા ફરેલા લિયામ ડોસનએ પોતાની બીજી ઓવરમાં જ જયસ્વાલને આઉટ કર્યો. હેરી બ્રુકને તેને સ્લિપમાં કેચ આપ્યો. સ્ટોક્સે કેપ્ટન ગિલને ટકવા દીધો નહીં. સ્ટોક્સનો આવનારો બોલ ગિલના પેડ પર વાગ્યો અને ઈંગ્લેન્ડે અપીલ કરી જે અમ્પાયરે સ્વીકારી લીધી. ભારતીય કેપ્ટને રિવ્યૂ લીધો જે નિષ્ફળ રહ્યો.

આ દરમિયાન, સુદર્શન વિકેટ પર પોતાના પગ જમાવી ચૂક્યો હતો. તેને વાઈસ કેપ્ટન પંતનો પણ ટેકો મળી રહ્યો હતો. સ્કોર 200ને પાર કરી ગયો હતો. સુદર્શને તેની અડધી સદી પૂર્ણ કરી હતી. તે દિવસના અંત સુધી રહેવાની અપેક્ષા હતી. જોકે, સ્ટોક્સે તેને પોતાની જાળમાં ફસાવી દીધો અને તેને બ્રાયડન કાર્સે કેચ કરાવ્યો. આ પછી, જાડેજા અને ઠાકુરે ભારતને વધુ કોઈ ઝાટકો ન લાગવા દીધો.

પંતને પગમાં ગંભીર ઇજા, ભારતનું ટેન્શન વધ્યું
માન્ચેસ્ટરના મેદાન પર બેટિંગ કરતી વખતે ઋષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો છે. પંતની ઈજા એટલી ગંભીર હતી કે તેને મેદાનની બહાર લઈ જવો પડ્યો. પંત બેટિંગ વચ્ચે જ છોડીને મેદાનની બહાર ગયો. પંતને કારની મદદથી બહાર કાઢવામાં આવ્યો. ભારતીય ટીમની 68મી ઓવરમાં ક્રિસ વોક્સનો એક બોલ પંતના જમણા પગમાં વાગ્યો. બોલ વાગતાની સાથે જ પંત ખૂબ જ પીડામાં જોવા મળ્યો. તે પોતાના પગ પર યોગ્ય રીતે ઊભો પણ રહી શકતો ન હતો. પંતની હાલત જોઈને મેદાન પર એક કાર બોલાવવી પડી, જેમાં વિકેટકીપર બેટ્સમેનને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. પંતના પગની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી હતી અને ફોટામાં તેના પગમાં ઘણો સોજો પણ જોવા મળી રહ્યો હતો. ઋષભ આ ઇનિંગમાં કે ટેસ્ટમાં બેટિંગ-કીપિંગ કરવા મેદાન પર આવશે કે કેમ તે કહેવું ખૂબ મુશ્કેલ છે. ખેલાડીઓની ઈજાઓથી પહેલાથી જ પરેશાન ટીમ ઈન્ડિયા માટે આ ખરાબ સમાચાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement