રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો કાલથી મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

05:59 PM Jan 03, 2025 IST | Bhumika
Advertisement

71.30 લાખ રમતવીરોના કાંડાની કસોટીનો ખરાખરીનો ખેલ : વિશ્ર્વકક્ષાના 150 કલાકારોનું 15 મિનિટ ખેલ-ખેલમે ડાન્સ પર્ફોમન્સ: સિંગર ઐશ્ર્વર્યા મજમુદાર શ્રોતાઓને ડોલાવશે: કલેક્ટરે સ્થળ વિઝિટ કરી

Advertisement

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેક ખાતે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે થશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,834 રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કૂલ 2,83,805 ખેલાડીઓએ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કૂલ 94,533 ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કૂલ 1,89,272 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના આગમન પહેલા પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમ સાંજે સાડા ચાર વાગ્યા થી શરૂૂ થશે. જેમાં આર.જે. આભા ખેલાડીઓને વિવિધ ગેમ્સ રમાડશે તથા યુવા ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર ઉપસ્થિતોને પોતાના સૂરીલા કંઠના તાલે ડોલાવશે. કાર્યક્રમ અગાઉ કલેક્ટર દ્વારા સ્થલ વિઝિટ કરી તૈયારીઓના આખરી ઓપની સમીક્ષા કરવામાં આવી હતી.

અત્રેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભવોના હસ્તે ખેલ મહાકુંભ 2.0 શ્રેષ્ઠ શાળા રોકડ-પુરસ્કાર વિતરણ અને ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય જિલ્લાઓને સન્માનિત કરવામાં આવશે તેમજ ખેલ મહાકુંભ 2.0 પ્રથમ, દ્વિતીય, અને તૃતીય શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને પણ સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવશે.

શ્રેષ્ઠ શાળાઓને પુરસ્કાર અંતર્ગત ખેલ મહાકુંભ 2.0ની ત્રણ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવામાં આવી છે જેમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવનારા શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરતને રૂૂ.5.00 લાખનું ઈનામ, રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવનારા શાળા એસ.આર. હાઈસ્કુલ, દેવગઢ બારીયા, દાહોદને રૂૂ. 3.00 લાખનું ઈનામ, રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર મેળવનારા શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદ, ખેડાને રૂૂ. 2.00 લાખના રોકડ પુરસ્કાર સ્વરૂૂપે અનુદાન આપી સન્માનીત કરવામાં આવશે. ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ જિલ્લામાં પ્રથમ સુરત, દ્વિતીય અમદાવાદ અને તૃતીય વડોદરાને સન્માનિત કરવામાં આવશે. ખેલ મહાકુંભ 2.0 શ્રેષ્ઠ મહાનગરપાલિકામાં પ્રથમ ખેડા, દ્વિતીય દાહોદ, અને તૃતીય બનાસકાંઠાને સન્માનિત કરવામાં આવશે.

ખેલાડીઓના સન્માન બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકોટ અને અમદાવાદના 150 કલાકારો દ્વારા 15 મિનિટનું ડાન્સ પર્ફોર્મન્સ કરવામાં આવશે. જેમાં ગણેશ વંદમ, વંદે માતરમ, સુજલામ સુફલામ, ટીમ ઇન્ડિયા, સુલ્તાન, સહિતના સોંગ્સ ઉપર જબરદસ્ત પર્ફોર્મન્સ કરવામાં આવશે. સ્પેશ્યલ પર્ફોર્મન્સ તરીકે તૈયાર કરવામાં આવેલ ગીત ખેલ ખેલમે નું સ્પેશ્યલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં ખેલાડીઓ દ્વારા જીમ્નાસ્ટીક ડાન્સ, ચેટીંગ, ક્લાસીકલ, વોલીવોલ, પુલાઓ ગર્લ્સ, રોપ ડાન્સ, સ્કેટીંગ, કથ્થક, મલખંભ, યોગાનું અદભૂત કોમ્બીનેશન પ્રેઝન્ટ કરશે.

રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા,કચ્છ, સુરેન્દ્રનગર,પોરબંદર સહિતના તમામ જિલ્લાઓની જિલ્લાકક્ષાની રમતગમત શાળા(ઉ.ક.જ.જ.) ના વિદ્યાર્થીઓને એસ.ટી. નિગમ દ્વારા ટ્રાન્સપોર્ટ માટે 130 થી વધુની બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં બસ કો-ઓર્ડીનેટર, બસ સહાયક, પોલીસ સ્ટાફ, બસ ડ્રાઇવરનો સ્ટાફ હાજર રહેશે તેમજ બસ દીઠ 8 પાણીના જગ, અલ્પાહાર કીટ, મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્કીંગ વેન્યુ પર હેલ્પ ડેસ્ક, પીવાના પાણી, ટોઇલેટ, પબ્લીક એનાઉન્સર વગેરેની વ્યવસ્થા, મેડીકલની સુવિધા, ફાયર સેફટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થતા પરત થતા ખેલાડીઓને રાત્રિ ભોજન ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં થેપલા, સુકીભાજી, દહીં, મીઠાઇ, પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. 100 જેટલા રાજયકક્ષાના રમત મંડળોના પ્રતિનિધિઓ તથા 30 જેટલા ડીસ્ટ્રીકટના રમત મંડળોના પ્રતિનિધિઓ ખેલ મહાકુંભના શુભારંભ સમારોહમાં હાજર રહેશે.

Tags :
Chief Minister bhpendra pategujaratgujarat newsKhel Mahakumbhrajkotrajkot newsSportssports news
Advertisement
Next Article
Advertisement