સ્ટાર ચેસ પ્લેયર ડી. ગુકેશને ટેકસ નહીં ચૂકવવો પડે, નાણા મંત્રાલયનો નિર્ણય
ભારતના સ્ટાર ચેસ પ્લેયર ડી ગુકેશ સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો છે. 12 ડિસેમ્બર, 2024 ના રોજ, તેણે ચીનના ડીંગ લિરેનને હરાવીને વિશ્વના સૌથી યુવા ચેસ ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ જીત પછી, તેને ઇનામ તરીકે સારી એવી રકમ મળી, જેના પર ભારતીય કર કાયદા અનુસાર મોટી રકમ ટેક્સ ચૂકવવો પડ્યો. પરંતુ હવે તેઓ આમાંથી મુક્તિ મેળવી શકે છે.
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ઈનામી રકમ 25 લાખ ડોલર છે. જો કે, વિજેતાને પુરી રકમ આપવામાં આવતી નથી. દરેક મેચ જીતવા બદલ, એકને 1.69 કરોડ રૂૂપિયા મળે છે, જ્યારે બાકીની રકમ બંને ખેલાડીઓ વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે. સિંગાપોરમાં ઈનામની રકમ પર કોઈ ટેક્સ નથી. આ સ્થિતિમાં ગુકેશને 11.45 કરોડ રૂૂપિયા મળ્યા. આ સાથે ગુકેશને તમિલનાડુ સરકાર દ્વારા 5 કરોડ રૂૂપિયાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જે બાદ ગુકેશને કુલ 16.45 કરોડ રૂૂપિયાની રકમ આપવામાં આવી હતી.ભારતીય કર અધિનિયમહેઠળ આ રકમ પર જંગી ટેક્સ વસૂલવામાં આવ્યો હોત, જે 6.23 કરોડ રૂૂપિયા હોત. આ ટેક્સ ચૂકવ્યા પછી તેની પાસે માત્ર 10.22 કરોડ રૂૂપિયા બચ્યા હશે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ અનુસાર ગુકેશને આ રકમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. સરકાર પણ ગુકેશની સિદ્ધિની પ્રશંસા કરે છે અને તેના સંબંધમાં ટૂંક સમયમાં ટેક્સ છૂટની નોટિસ જારી કરવામાં આવશે.