ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

SRHની સતત ચોથી હાર, GTનો 7 વિકેટે ભવ્ય વિજય

10:50 AM Apr 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

સનરાઇઝર્સ હૈદરાબાદ દત ગુજરાત ટાઇટન્સ IPL 2025ની 19મી મેચ રવિવાર, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ખાતે રમાઈ. આ મેચમાં ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. GT તરફથી કેપ્ટ્ન શુભમન ગિલે મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી હતી. જેમાં તેનો સાથ વોશિંગ્ટન સુંદરે 49 મહત્વના રન બનાવીને આપ્યો હતો.
ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે લગભગ સફળ થયો છે. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 152 રન કર્યા હતા અને ગુજરાતને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ગુજરાતને શરૂૂઆતની જ ઓવરોમાં સુદર્શન અને બટલરના રૂૂપમાં બે મોટા ઝટકા લાગ્યા હતા. પરંતુ ત્યારબાદ કેપ્ટ્ન શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદરે ઇનિંગ સંભાળી હતી અને ગુજરાતને જીત તરફ આગળ લઈ હતા.

હૈદરાબાદની ટીમ પહેલી મેચ જીત્યા બાદ સતત ત્રણ મેચ હારી ગઈ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે શરૂૂઆતની મેચમાં હારનો સામનો કર્યા બાદ સતત બે મેચ જીતી છે. ગુજરાતની ટીમમાં પણ એક ફેરફાર થયો છે. વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી મળી છે. વિરાટને આઉટ કરનાર અરશદ ખાન બહાર થયો છે. હૈદરાબાદના પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. હર્ષલ પટેલ બહાર છે અને તેના સ્થાને જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ IPL માં અત્યાર સુધીમાં માત્ર 5 વખત ટકરાયા છે, પરંતુ GT સામે SRHનો રેકોર્ડ કંઈ ખાસ દેખાતો નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ IPL માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર એક જ વાર જીતી શકી છે. 2022માં જ્યારે ગુજરાતે પદાર્પણ કર્યું ત્યારે તેમને આ જીત પણ મળી હતી. જ્યારે GTને SRH સામે ત્રણ જીત મળી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

Tags :
indiaindia newsIPLIPL 2024Sportssports news
Advertisement
Advertisement