માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમમાં સ્પિનર લિયામ ડોસનની એન્ટ્રી
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલા યજમાન ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે પોતાના પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચના 24 કલાક પહેલા નહીં, પરંતુ 43 કલાક પહેલા તેના 11 ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં શરૂૂ થઈ રહી છે.
ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 22 રનથી હરાવ્યું હતું અને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. આ મેચમાં, ઇંગ્લેન્ડ માટે છેલ્લી વિકેટ સ્પિનર શોએબ બશીરે લીધી હતી. પરંતુ બશીરની આ વિકેટ આ શ્રેણીમાં તેમનું છેલ્લું કામ સાબિત થયું કારણ કે તે આંગળીની ઇજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ઇંગ્લેન્ડના પસંદગીકારોએ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ડાબા હાથના સ્પિન ઓલરાઉન્ડર લિયામ ડોસનને ટીમમાં સામેલ કર્યા હતા.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11
બેન સ્ટોક્સ (કેપ્ટન),
જેક ક્રોલી, બેન ડકેટ,
ઓલી પોપ, જો રૂૂટ,
હેરી બ્રુક, જેમી સ્મિથ,
લિયામ ડોસન, ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સ અને
જોફ્રા આર્ચર.