ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શુભમન ગિલની છલાંગ, ICC રેન્કિંગ TOP-10માં એન્ટ્રી

10:55 AM Jul 10, 2025 IST | Bhumika
Advertisement

આઇસીસી દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોપ-10માં એન્ટ્રી કરી છે. તો જો રૂૂટે નંબર-1 ટેસ્ટ બેટ્સમેનનો તાજ ગુમાવ્યો છે. તેના સ્થાને તેનો દેશબંધુ 26 વર્ષીય હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટનો નવો નંબર-1 બેટ્સમેન બન્યો છે. હેરી બ્રુકે એજબેસ્ટન ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરીને મોટી સદીની ઇનિંગ્સ રમી હતી.

Advertisement

જો રૂૂટને પાછળ છોડીને, હેરી બ્રુક વિશ્વનો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યો છે. બ્રુકે 886 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. બ્રુકે લીડ્સ ટેસ્ટમાં 99 રન બનાવ્યા હતા, જ્યારે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 158 રન બનાવ્યા હતા. રૂૂટ બીજા સ્થાને સરકી ગયો. રૂૂટના 868 રેટિંગ પોઈન્ટ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી શ્રેણીમાં અત્યાર સુધી રૂૂટનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. બ્રુક શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. કેન વિલિયમસન પણ ટોપ-3માં છે, જેમના 867 રેટિંગ પોઈન્ટ છે.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અને બેટ્સમેન શુભમન ગિલે મોટી છલાંગ સાથે ટોપ-10 માં પ્રવેશ કર્યો છે. તે બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં 15 સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ગિલના 807 રેટિંગ પોઈન્ટ છે. અગાઉ તે 21મા સ્થાને હતો. ઇંગ્લેન્ડનો યુવા વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથ પણ બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં આવ્યો છે.

Tags :
indiaindia newsShubman GillSportssports news
Advertisement
Next Article
Advertisement