ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ મેચમાં હરાવીને 1-0ની લીડ મેળવી લીધી છે. જો કે, હજુ પણ દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે મોહમ્મદ શમી આ શ્રેણી માટે ભારતીય ટીમ સાથે ક્યારે જોડાશે. આ દરમિયાન શમીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.મોહમ્મદ શમીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈની મેડિકલ ટીમ હવે તેના પર સતત નજર રાખી રહી છે. મધ્યપ્રદેશ સામે રણજી મેચ રમ્યા બાદ શમી હવે બંગાળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી શમી 100% મેચ ફીટ નહીં થાય ત્યાં સુધી તે રાષ્ટ્રીય ટીમ માટે રમી શકશે નહીં.મોહમ્મદ શમીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ODIવર્લ્ડ કપની ફાઇનલમાં રમી હતી. આ પછી તેણે પગની સર્જરી કરાવી હતી. આ સર્જરીના કારણે તે લગભગ એક વર્ષ સુધી ક્રિકેટના મેદાનથી દૂર હતો. તે હવે તેની 100% ફિટનેસ પાછી મેળવવાના માર્ગ પર છે. તે જ સમયે, ઇઈઈઈંની મેડિકલ ટીમ ઈચ્છે છે કે શમીનું વજન ઓછું થાય જેથી તે રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી શકે.
ઓસ્ટ્રેલિયા સામે હજુ 4 વધુ ટેસ્ટ મેચો બાકી છે, પરંતુ શમી 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂૂ થનારી પિંક બોલ ટેસ્ટમાં ભાગ લેશે નહીં. સમાચાર મુજબ, જો શમી આગામી થોડા દિવસોમાં તેની ફિટનેસ પાછી મેળવવામાં સફળ થાય છે તો તે ટીમમાં વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે શ્રેણીની છેલ્લી 2 ટેસ્ટ મેચનો ભાગ બની શકે છે.જો શમીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે પરત ફર્યા બાદ સારું પ્રદર્શન કર્યું છે. હૈદરાબાદ સામેની ટી-20 મેચમાં તેણે 3 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, તેણે તેની પુનરાગમન મેચમાં મધ્ય પ્રદેશ સામે 7 વિકેટ ઝડપી હતી.