સલિમા ટેટે કેપ્ટન, નવનીત કૌર વાઇસ કેપ્ટન, હોકી ટીમની જાહેરાત
સિનિયર સ્ટ્રાઈકર વંદના કટારિયાનો હોકી પ્રો લીગના ભુવનેશ્વર તબક્કા માટે ભારતીય મહિલા હોકી ટીમમાં સમાવેશ કરાયો છે. ભારતે 24 સભ્યો સાથેની મહિલા હોકી ટીમ જાહેર કરી હતી. યુવા ફોર્વર્ડ ખેલાડી સોનમને સ્ટેન્ડ બાય તરીકે લેવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ 15મી ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, સ્પેન અને જર્મની સામે બે-બે મેચ રમશે.
દમદાર મિડફીલ્ડર સલિમા ટેટે ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન તરીકે યથાવત્ રહેશે. જ્યારે ફોરવર્ડ ખેલાડી નવનીત કૌર વાઈસ કેપ્ટન છે. વંદના કટારિયાનો વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય મહિલા હોકી ટીમમાં સમાવેશ કરાયો નહતો. તેને પ્રો લીગના આગામી તબક્કા માટે હવે તક અપાઈ છે. આ ઉપરાંત નિક્કી પ્રધાન, જ્યોતિ છાત્રી, બલજીત કૌર અને ફોરવર્ડ્સ મુમતાઝ ખાન તથા રુતાજા દાદાસનો ટીમમાં સમાવેશ કરાયો છે.
ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ હરેન્દ્ર સિંઘે જણાવ્યું કે, આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમમાં અનુભવી અને યુવા પ્રતિભાનો સારો સમન્વય જોવા મળે છે. ટુર્નામેન્ટમાં આ ટીમ ટોચના સ્તરે સ્પર્ધામાં ઉતરશે. ભારતની ટીમમાંદરેક પોઝિશનમાં મજબૂત ખેલાડી છે.
ભારતીય મહિલા હોકી ટીમ
ગોલકીપર્સ: સવિતા અને બીચ્છુ દેવી ખારિબામ
ડિફેન્ડર્સ: સુશિલા ચાનુ પુખરામબામ, નિક્કી પ્રધાન, ઉદિતા જ્યોતિ, ઈશિકા ચૌધરી, જ્યોતિ છાત્રી.
મિડફીલ્ડર્સ: વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકે, નેહા, મનિષા ચૌહાણ, સલિમા ટેટે, સુનેલિતા ટોપ્પો, લાલરેમસિયામી, બલજીત કૌર અને શર્મિલા દેવી.
ફોરવર્ડ્સ: નવનીત કૌર, મુમતાઝ ખાન, પ્રીતિ દુબે, રુતાજા દાદાસો પિસલ, બ્યુટી ડુંગડુંગ, સંગિતા કુમારી, દીપિકા અને વંદના કટારિયા.