સચિન તેંડુલકરનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન
BCCI એવોર્ડ્સ 2023-24 માટે વિજેતાઓના નામ ફાઈનલ થઈ ગયા છે. આ વખતે કુલ 26 ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ યાદીમાં શશાંક સિંહ અને અગ્નિ ચોપરા જેવા ઉભરતા નામો છે. આઈપીએલમાં શશાંક સિંહે પોતાની ઓળખ બનાવી હતી. અગ્નિ ચોપરાએ ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. આ સિવાય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને કર્નલ સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે રવિ અશ્વિનને સ્પેશિયલ શિલ્ડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો છે.
BCCI આજે મુંબઈમાં સમારોહનું આયોજન કરશે. જેમાં આ તમામ નામોનું સન્માન કરવામાં આવશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનને શ્રેષ્ઠ ક્રિકેટ સંગઠન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ સિવાય ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માને પણ સન્માનિત કરવામાં આવશે. વાસ્તવમાં, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માએ ODI ફોર્મેટમાં ઘણા પ્રભાવિત કર્યા છે. ODI ફોર્મેટમાં દીપ્તિ શર્માએ સૌથી વધુ વિકેટ લીધી હતી, જ્યારે સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. જો કે હવે આ બંને ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.