લોડ્ર્સના મેદાનમાં સચિનનું બેવડું સન્માન, આઈકોનિક બેલ વગાડી, પોટ્રેટનું અનાવરણ
ટ્રોફીનું નામ પણ આ વખતથી એન્ડરસન-તેડુલકર રાખવામાં આવ્યું છે
ક્રિકેટના ઘર ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગઇકાલે એક યાદગાર ક્ષણ જોવા મળી. ક્રિકેટ જગતના સૌથી મહાન ખેલાડીઓમાંના એક સચિન તેંડુલકર એ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસની શરૂૂઆતનો સંકેત આપવા માટે પ્રતિષ્ઠિત પાંચ મિનિટનો બેલ વગાડ્યો. આશ્ચર્યજનક રીતે, ક્રિકેટના તમામ માઇલસ્ટોન પાર કરનાર સચિન માટે આ પહેલીવાર હતું, અને આ ક્ષણે તેમની અવિશ્વસનીય વારસામાં વધુ એક મોરપીંછ ઉમેર્યું.
લોર્ડ્સની બેલ વગાડવાની આ પરંપરા ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ, અધિકારીઓ અને રમતગમતના દિગ્ગજો દ્વારા નિભાવવામાં આવે છે. પરંતુ તેંડુલકર માટે આ એક ખાસ ક્ષણ હતી. તેમણે એવી શ્રેણીની ટેસ્ટ મેચ માટે બેલ વગાડી, જેનું નામ તેમના પરથી રાખવામાં આવ્યું છે. આ વર્તમાન શ્રેણી પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીનું નામ બદલીને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું છે.
આ ખાસ પ્રસંગમાં વધુ એક મોરપીંછ ઉમેરતા, તેંડુલકરને લોર્ડ્સ મ્યુઝિયમની અંદર એક ખાનગી કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા. અહીં તેમણે ભૂતપૂર્વ ખઈઈ પ્રમુખ માર્ક નિકોલસ સાથે પોતાના પોટ્રેટનું અનાવરણ કર્યું. આ પોટ્રેટ હવે આઇકોનિક સ્થળના મહાન ખેલાડીઓના પોટ્રેટ વચ્ચે સ્થાન પામ્યું છે, જે ક્રિકેટના આધ્યાત્મિક ઘરમાં ‘માસ્ટર બ્લાસ્ટર’ ના વારસાને વધુ મજબૂત બનાવે છે. બે દાયકાથી વધુ સમય સુધી પોતાની બેટિંગ કલાથી રમત પર અદ્ભુત છાપ છોડનાર ખેલાડી માટે આ એક યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.