રોહિતની તોફાની સદી, ભારતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ જીતી
વ્હાઈટ વોશના નિર્ધાર સાથે બુધવારે અમદાવાદમાં અંતિમ વનડે માટે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં છે. મહેમાન ઈંગ્લેન્ડ સામે ટી 20 સીરિઝ બાદ ભારતે હવે વનડે સીરિઝ પણ જીતી લીધી છે. ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને 2-0થી વનડે સીરિઝ જીતી લીધી છે, ભારત હવે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અંતિમ વનડે રમવા ઉતરશે અને જીતે તો શ્રેણીમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરશે.
ઈંંગ્લેન્ડ તરફથી મળેલા 304 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો અને 308 રન કર્યાં હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માની તોફાની સદી ફટકારતાં મુકાબલો એક તરફી થઈ ગયો હતો અને સરળતાથી મેચ અને સીરિઝ બન્ને જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયામાં હિટમેનથી જાણીતો રોહિત શર્મા 16 મહિના બાદ રંગમાં દેખાયો હતો અને 76 બોલમાં તોફાની સદી ફટકારી હતી અને ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા. રોહિતની સદીમાં 7 સિક્સ અને 9 ફોર સામેલ છે. 16 મહિના બાદ રોહિતે સદી ફટકારી હતી. રોહિત 119 રન ફટકારીને આઉટ થયો હતો. આ પહેલાં 11 ઓક્ટોબર 2023માં અફઘાનિસ્તાન સામે રોહિતે સદી ફટકારી હતી.
રોહિત બાદ શુભમન ગિલ પણ સારુ રમ્યો હતો અને તેણે શાનદાર 60 રનનું યોગદાન આપ્યું હતું જોકે વિરાટ કોહલી ચાલ્યો નહોતો અને તે 5 રનમાં આઉટ થયો હતો ત્યાર બાદ શ્રેયસ અય્યરે પણ શાનદાર 44 અને અક્ષર પટેલે 41 રન કર્યાં હતા. ત્યાર બાદ કેએલ રાહુલે 10, હાર્દિક પંડ્યાએ 10 અને રવિન્દ્ર જાડેજાએ 11 રન કર્યાં હતા.
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને ઈંગ્લેન્ડે નિર્ધારીત 50 ઓવરમાં 304 રન બનાવ્યાં હતા. ઓપનર ફિલ સોલ્ટ અને બેન ડકેટે 10 ઓવરમાં 81 રન કરી નાખ્યાં હતા. ડકેટે માત્ર 36 બોલમાં ફિફ્ટી લગાવી દીધી હતી, સોલ્ટ જામી જાત પરંતુ વરુણ ચક્રવર્તીએ તેને જાડેજાને હાથે કેચ આઉટ કરાવ્યો હતો અને મોટી વિકેટ લીધી હતી. સોલ્ટે 29 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ડકેટે 56 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા. અહીંથી, જો રૂૂટ અને હેરી બ્રુકે મળીને ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી.
બ્રુક 31 રન બનાવીને હર્ષિત રાણાની બોલિંગમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો. 168 રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડ્યા બાદ, કેપ્ટન જોસ બટલર અને જો રૂૂટ વચ્ચે ચોથી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ. આ દરમિયાન રૂૂટે હાર્દિક પંડ્યાના બોલ પર એક સિંગલ લઈને 60 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. આ પછી રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડને બે મોટા ઝટકા આપ્યા. જાડેજાએ પહેલા જો રૂૂટને આઉટ કર્યો, જેનો કેચ વિરાટ કોહલીએ લીધો હતો. પછી જદ્દુએ તેને જેમી ઓવરટનના હાથે કેચ કરાવ્યો. રૂૂટે 72 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 69 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડે ગુસ એટક્ધિસન, આદિલ રશીદ, લિયામ લિવિંગસ્ટોન અને માર્ક વુડની વિકેટ ગુમાવી દીધી.