For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફર

10:45 AM Mar 19, 2025 IST | Bhumika
299નું રિચાર્જ કરો  ipl ની મોજ માણો  રિલાયન્સ જિયોની ઓફર

Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) 2025ની શરૂૂઆત પહેલાં રિલાયન્સ જિયોએ ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ એક નવો ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે, જેના દ્વારા જિયો યુઝર્સ IPL 2025ની તમામ મેચો મફતમાં જોઈ શકશે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોનેHotstar ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે.

અંબાણી પરિવારની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે IPL ની આગામી સિઝન માટે ખાસ ઓફર લોન્ચ કરી છે.જો જિયો સિમના ગ્રાહકો રૂા.299 કે તેથી વધુનું રિચાર્જ કરાવે છે, તો તેઓ IPL 2025ની આખી સિઝન કોઈપણ વધારાના ખર્ચ વિના જોઈ શકશે. જિયોએ આ માટે 90 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે IPL ની આગામી સિઝન 22 માર્ચથી શરૂૂ થઈને 25 મે સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાશે, જેનું આયોજન 13 શહેરોમાં કરવામાં આવશે.

Advertisement

જિયોએ આ ઓફર માટે બે પ્લાન બહાર પાડ્યા છે. જે જૂના ગ્રાહકો હાલમાં એટલે કે 17 માર્ચથી 31 માર્ચની વચ્ચે રૂા.299 કે તેથી વધુનું રિચાર્જ કરાવશે, તેઓ આ ઓફરનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, જે લોકો 31 માર્ચ સુધીમાં નવું જિયો સિમ ખરીદે છે અને ઓછામાં ઓછા રૂા.299નું રિચાર્જ કરાવે છે, તેમને પણ 90 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે.આ ઓફર ફક્ત 17 માર્ચથી 31 માર્ચ સુધી જ ઉપલબ્ધ રહેશે, તેથી ક્રિકેટ ચાહકોએ આ તકનો લાભ લેવા માટે ઉતાવળ કરવી પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement