ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પર્યાવરણનો સંદેશો આપવા ગ્રીન જર્સી સાથે મેદાનમા ઉતરી RCB

11:07 AM Apr 14, 2025 IST | Bhumika
Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો સામનો રાજસ્થાન રોયલ્સ (છછ) સામે થયો હતો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં RCB ના ખેલાડીઓ લાલ જર્સીની જગ્યાએ લીલી જર્સી પહેરીને મેદાનમાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ ગ્રીન જર્સી સ્ટેડિયમમાંથી મળી આવતા કચરામાંથી બનાવવામાં આવી છે.

Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દરેક IPL સિઝનમાં લીલી જર્સી પહેરીને એક મેચ રમે છે. વાસ્તવમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે આ રંગની જર્સી પહેરીને મેદાનમાં આવે છે. લીલા રંગને વૃક્ષો અને પર્યાવરણનું પ્રતીક માનવામાં આવે છે RCB તેની ગો ગ્રીન પહેલ હેઠળ 2011 થી આ કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ વિશે વિશ્વને જાગૃત કરવા માટે આ એક પહેલ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લોકોને વૃક્ષો વાવવા માટે સતત અપીલ કરી રહ્યું છે.

Tags :
indiaindia newsIPLRCBSportssports news
Advertisement
Next Article
Advertisement