RCBના સ્ટાર ખેલાડી રોમારિયો શેફર્ડે 1 બોલમાં 20 રન ફટકાર્યા
34 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિસ્ફોટક ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડે મંગળવારે કેરેબિયન પ્રીમિયર લીગ (ઈઙક) 2025ની 13મી મેચમાં શાનદાર ઇનિંગ રમીને હંગામો મચાવ્યો. ગુયાના એમેઝોન વોરિયર્સના આ બેટ્સમેને સેન્ટ લુસિયા કિંગ્સ સામે માત્ર 34 બોલમાં 5 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 73 રનની અણનમ ઇનિંગ રમી. તેની વિસ્ફોટક ઇનિંગનો સૌથી યાદગાર ક્ષણ 15મી ઓવરમાં આવ્યો, જ્યારે શેફર્ડે ઓશેન થોમસ સામે એક બોલમાં 20 રન બનાવ્યા. ઓવરના ત્રીજા બોલ પર ઓશેન થોમસ ઓવરસ્ટેપ થયો.
આ રીતે, નો બોલ માટે 1 રન આપવામાં આવ્યો. આ પછી તેણે વાઈડ બોલ ફેંક્યો, જેનાથી ફ્રી હિટની તક બચી ગઈ. શેફર્ડે આગલા બોલ પર ડીપ મિડ-વિકેટ પર સિક્સ ફટકારી, પરંતુ થોમસ ફરીથી ઓવરસ્ટેપ થઈ ગયો. વધુ એક બોલ, બીજો નો-બોલ અને બીજી સિક્સર. આ વખતે થોમસે કોઈ ભૂલ ન કરી, પણ શેફર્ડે તેના બોલમાં સતત ત્રીજી સિક્સર ફટકારી. આ વખતે તેણે ડીપ સ્ક્વેર લેગ પર છગ્ગો ફટકાર્યો. થોમસે આ ઓવરમાં 33 રન આપ્યા. આ મેચ પહેલા, શેફર્ડ નિષ્ફળ રહ્યો હતો. તેણે કેરેબિયન પ્રીમિયર લીગ 2025માં અત્યાર સુધી રમાયેલી 3 મેચની 3 ઇનિંગ્સમાં 233.33ની સ્ટ્રાઇક રેટથી 98 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેનો શ્રેષ્ઠ સ્કોર 73 અણનમ છે. વર્તમાન સિઝનમાં તેણે 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે.