For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિત શર્માને સામેલ કરવા RCBએ 20 કરોડ ખર્ચવા પડે: રવિચંદ્રન અશ્ર્વિન

12:19 PM Oct 16, 2024 IST | Bhumika
રોહિત શર્માને સામેલ કરવા rcbએ 20 કરોડ ખર્ચવા પડે  રવિચંદ્રન અશ્ર્વિન
Advertisement

આઈપીએલ 2025 પહેલા મેગા ઓકશન થવાનુ છે. બીસીસીઆઈએ રિટેન્શનના નિયમો પણ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંતે રિટેન કરવામાં આવનારા ખેલાડીઓના નામો જાહેર કરવામાં આવશે. દરેક ટીમને વધુમાં વધુ 6 ખેલાડીઓ રિટેન કરવાનો અધિકાર મળ્યો છે. આ સ્થિતિમાં, મુંબઈ ઇન્ડિયન્સને 5 ખિતાબ જીતાવી ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા આગામી સીઝનમાં આ ટીમ સાથે રહેશે કે નહિ, આ સૌથી મોટો પ્રશ્ન છે.

રોહિત શર્મા જો રિલીઝ થાય છે તો તેઓ ઓકશનમાં જોવા મળશે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, જો રોહિત ઓકશનમાં આવે છે, તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમના પર મોટી બોલી લગાવી શકે છે. આ બંને ટીમોને ઓકશનમાં નવા કેપ્ટનની શોધ રહેવાની છે. આ સ્થિતિમાં, રવિચન્દ્રન અશ્વિનએ તેમના યુટ્યૂબ ચેનલ પર આ મુદ્દે નિવેદન આપ્યું.

Advertisement

એક ફેનએ અશ્વિનને તેમના યુટ્યૂબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્માની એક જ ટીમમાં રમવાની સંભાવના બાબતે પૂછ્યું હતું. તેના જવાબમાં અશ્વિનએ કહ્યું કે છઈઇને જો રોહિતને તેમની ટીમમાં સામેલ કરવા હોય, તો 20 કરોડ રૂૂપિયા ખર્ચવા પડશે. રવિચન્દ્રન અશ્વિનએ કહ્યું, જો તમે રોહિત શર્મા ઇચ્છી રહ્યા છો, તો 20 કરોડ રાખવાની જરૂૂર પડશે.

રોહિત શર્માએ પોતાના ઈંઙક કરિયરની શરૂૂઆત ડેક્કન ચાર્જર્સ સાથે કરી હતી. ત્યારબાદ તેઓ 2011માં મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા. ત્યાર બાદ, મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને 2013માં કેપ્ટન બનાવ્યા. તેમણે પહેલી જ સીઝનમાં મુંબઈને ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી. ત્યાર બાદ તેમણે 2015, 2017, 2019 અને 2020માં પણ મુંબઈને ઈંઙકમાં ચેમ્પિયન બનાવ્યું. પરંતુ છેલ્લીસીઝનમાં તેમને કેપ્ટનની ભૂમિકા પરથી હટાવવામાં આવ્યા હતા. મુંબઈની ટીમે રોહિતની જગ્યા પર ઇંફમિશસ ઙફક્ષમુફને ટીમની કમાન સોંપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement