ટોઇલેટ જવા રવિન્દ્ર જાડેજાને ચાલુ મેચમાં દોટ મુકવી પડી
લોર્ડ્ઝ મેદાન પર ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં એક અસામાન્ય ઘટના જોવા મળી, જ્યાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બેટિંગ છોડીને ડ્રેસિંગ રૂૂમ તરફ દોડવું પડ્યું. જાડેજાએ પોતાની અડધી સદી પૂરી કરતાની સાથે જ તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને વોશરૂૂમ જવા માટે મેદાન છોડી દીધું. આ ઘટનાને કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી.
રવિન્દ્ર જાડેજા પહેલા સત્રથી સતત બેટિંગ કરી રહ્યા હતા અને બીજા સત્રમાં પણ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. 150 બોલમાં પોતાની અડધી સદી પૂરી કર્યા પછી, તેમની ધીરજ ખૂટી ગઈ. સામાન્ય રીતે, સત્રના અંતે ચાનો વિરામ હોય છે, પરંતુ ભારતની માત્ર એક જ વિકેટ બાકી હોવાને કારણે ચાના વિરામનો સમય લંબાવવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે જાડેજા ચાના વિરામની રાહ જોઈ શક્યા નહીં અને અડધી સદી પૂરી થતાં જ તેમને ડ્રેસિંગ રૂૂમ તરફ દોટ મૂકવી પડી.મેદાન પર જાડેજાને અચાનક દોડતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તેમને વોશરૂૂમ જવાની તાત્કાલિક જરૂૂર પડી હતી. આ અસામાન્ય ઘટના છતાં, રવિન્દ્ર જાડેજાએ ભારત માટે અદભુત બેટિંગ કરી. ભારતની પાંચમી વિકેટ પડ્યા પછી તેમણે ઇનિંગની જવાબદારી સંભાળી લીધી. ચાના વિરામ સુધી ભારતને જીતવા માટે 30 રનની જરૂૂર હતી. જાડેજાની આ લડાયક ઇનિંગે ટીમને આશા અપાવી હતી, તેમ છતાં તેમને વચ્ચે મેદાન છોડવું પડ્યું તે એક યાદગાર ક્ષણ બની રહી.