ચીનમાં રાજકોટના પેરા પાવરલિફટર રામ બાંભવાનો ડંકો, બ્રોન્ઝ મેડલ જીત્યો
ચીનના બેઇજિંગમાં યોજાયેલા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં રાજકોટના પ્રતિભાશાળી દિવ્યાંગ પાવરલિફ્ટર રામ બાંભવાએ 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમની આ સફળતાથી રાજકોટ, ગુજરાત અને ભારતનું નામ વિશ્વભરમાં ગુંજ્યું છે. 28 વર્ષીય રામભાઈ બાંભવાએ 2010માં ગુજરાત સરકારના ખેલ મહાકુંભથી પોતાના રમત જીવનની શરૂૂઆત કરી હતી. શરૂૂઆતમાં તેમણે ગોળાફેંક, ભાલાફેંક અને ચક્રફેંકમાં જિલ્લા તથા રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ જીતી સફળતા મેળવી. એ સમયે તેમનું સપનું હતુ કે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન બનાવે.
રામભાઈએ પેરા પાવરલિફ્ટિંગમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો અને યુટ્યૂબના માધ્યમથી જરૂૂરી માહિતી મેળવી. રાજકોટમાં જ એક સ્થાનિક જિમમાં તાલીમ લઈને તેમણે રમત પર પકડ મજબૂત કરી. દિવ્યાંગ હોવાને કારણે તેમને શરૂૂઆતમાં જિમમાં પ્રવેશ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ એક સ્થાનિક ટ્રેનરના સહકારથી તેમણે આ પડકારોને પાર કર્યા.
જૂનિયર સ્ટેટ લેવલ પર ગોલ્ડ મેડલ જીત્યા બાદ રામભાઈનો માર્ગ રાષ્ટ્રીય સ્તરે ખુલ્યો. એશિયન ગેમ્સ (ચીન) તથા વર્લ્ડ ચેમ્પિયનશિપ (દુબઈ)માં છઠ્ઠું સ્થાન મેળવી તેમણે પોતાનું પોટેન્શિયલ સાબિત કર્યું. તેઓ ગુજરાતના પ્રથમ એવા દિવ્યાંગ એથ્લીટ બન્યા જેમણે પેરાલિમ્પિક ગેમ્સ માટે કર્યું.