RCBના કેપ્ટન પદે રજત પાટીદાર, વિરાટ કોહલીએ પાઠવ્યા અભિનંદન
IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન પરથી હવે પડદો હટી ગયો છે. રજત પાટીદાર IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવો કેપ્ટન હશે. આરસીબીની ટીમે આઈપીએલ 2025 માટે ટીમની કપ્તાનીની જવાબદારી 31 વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપી છે.
રજત પાટીદાર RCBનો 8મો ખેલાડી હશે. તેમના પહેલા કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા નામો આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. આરસીબીના કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ પણ રજત પાટીદારને અભિનંદન પાઠવ્યા છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ની 17 સીઝનમાં 9 વખત પ્લેઓફમાં પહોંચ્યું હતું, જેમાંથી તે 3 વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ, ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આરસીબીએ 2009, 2011 અને 2016માં આઈપીએલ ફાઇનલ રમી હતી. તેણે અત્યાર સુધીમાં કુલ 123મેચ જીતી છે. જો આપણે 2025 ની IPL સીઝનમાં RCB ટીમની કેપ્ટનશીપ કરનાર રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા ઝ20 લીગમાં અત્યાર સુધી ઈંઙકમાં 27 મેચ રમ્યો છે, જેમાં તેણે 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 34.74 ની સરેરાશથી કુલ 799 રન બનાવ્યા છે.આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 7 અડધી સદી અને એક સદીની ઇનિંગ જોવા મળી.