For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાહુલની સદી, ગીલ, જાડેજા અને ધુ્રવની ફિફ્ટી સાથે વેસ્ટ ઇન્ડિઝ સામે 171 રનની લીડ

05:37 PM Oct 03, 2025 IST | Bhumika
રાહુલની સદી  ગીલ  જાડેજા અને ધુ્રવની ફિફ્ટી સાથે વેસ્ટ ઇન્ડિઝ સામે 171 રનની લીડ

ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદ મોદી સ્ટેડિયમમાં રમાઇ રહયો છે. જેમાં પ્રથમ દિવસે ભારતીય બોલરોના તરખાટના કારણે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 162 રનમાં સમેટાય ગયા બાદ શરૂ થયેલા ભારતના દાવમાં બીજા દિવસના ટી બ્રેક સુધીમાં ટીમ ઇન્ડિયા મઝબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે.

Advertisement

96 અવરના અંતે ભારતનો સ્કોર 326/4 પર પહોંચ્યો છે. ટીમ ઇન્ડિયામાંથી લોકેશ રાહુલે સદી ફટકારી હતી. જયારે શુભમન ગીલે ફીફટી મારી હતી. ટી બ્રેક સમય સુધીમાં ધુ્રવ જુરેલ 74 રન સાથે જયારે જાડેજા 51 રન સાથે મેદાનમાં છે. હાલની સ્થિતિએ ભારત 171 રનની લીડ ધરાવે છે. શુભમન ગિલે ભારતીય કેપ્ટન તરીકેની પોતાની પહેલી ઘરઆંગણેની ટેસ્ટમાં અડધી સદી ફટકારીને સુનીલ ગાવસ્કરના 47 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી. ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટના બીજા દિવસે 50 રન બનાવીને આ સિદ્ધિ મેળવી. ગાવસ્કરે 1978માં વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 205 રન બનાવ્યા હતા.

આ ઇનિંગ સાથે, શુભમન ગિલ, વિજય હજારે, સુનીલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલીની હરોળમાં જોડાયો. 26 વર્ષીય કેપ્ટન ઘરઆંગણે અને વિદેશમાં, પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં અડધી સદી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો. કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી ફટકારી છે. તેમણે શુક્રવારે મેચના બીજા દિવસે આ સિદ્ધિ મેળવી હતી. આ સદી એટલા માટે પણ ખાસ છે કારણ કે આ તેના ઘરઆંગણે લગભગ 9 વર્ષ બાદ આવેલી માત્ર બીજી ટેસ્ટ સદી છે.કેએલ રાહુલે 190 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેમની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 11મી સદી છે.

Advertisement

આ ઇનિંગ્સ દરમિયાન તેમણે 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સદી રાહુલ માટે ખૂબ જ ખાસ છે કારણ કે ઘરઆંગણે આ તેમની માત્ર બીજી ટેસ્ટ સદી છે. આ પહેલા કેએલ રાહુલે ડિસેમ્બર 2016માં ચેપોક ખાતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સદી ફટકારી હતી. રસપ્રદ વાત એ છે કે તે સમયે ટીમ ઈન્ડિયા માટે રમનારા ખેલાડીઓમાંથી તેમના સિવાય માત્ર રવિન્દ્ર જાડેજા જ હાલની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement